January 22, 2025

છાપી હાઇવે પર બનેલ લૂંટના ગુનાનો ભેદ પાટણ LCBએ ઉકેલ્યો

ભાવેશ ભોજક, પાટણ: છાપી નજીક હાઇવે ઉપર અમદાવાદની આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી સોનાના દાગીના ભરેલા થયેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી સોનાના દાગીના સહિત કુલ રૂ.1,39,80,000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: PM મોદીના કારણે દુનિયા હવે ભારતને ઓળખે છેઃ ઉપરાષ્ટ્રપતિ ધનખર

પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારીનો દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવનાર લૂંટારૂઓને પાટણ એલ.સી.બી પોલીસે દબોચ્યાં હતા. અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી હોટલ ઉપર ચા પી બસમાં બેઠો ત્યારે થેલો ઝુંટવી લૂંટનાં ગુનાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. રૂપિયા 1.30 કરોડનાં 29 પેકેટ ભરેલો સોનાના દાગીનાનો થેલો ઝુંટવી ત્રણ શખ્શો ફરાર થઈ જતાં ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કર્યા હતા ત્યારે પાટણ LCB પોલીસ એ પેટ્રોલિંગ સમયે શંકાના આધારે રુવાવી ગામ આગળથી ત્રણ લૂંટારુ ઝડપ્યા અને સઘન પૂછપરછ હાથ ધરતા સમગ્ર લૂંટ અંગે કબૂલાત કરી હતી.

LCB એ આરોપી પાસેથી લૂંટ કરેલ સોનાના દગીનના 29 પેકેટ, લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ પલ્સર બાઇક સહિતનો મુદામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.