January 21, 2025

ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે કોર્ટે 15 આરોપીઓનાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાટણઃ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે બાલીસણા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. પોલીસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપીઓને રજૂ કર્યા હતા.

પોલીસે મોબાઈલ કબજે કરવા, ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે સહિતના 5 જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડ માગણી કરી હતી. સાક્ષી અધિનિયમન કાયદા અન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા મુદ્દે ત્રણ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોએ કરેલી દલીલો બાદ કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

15 વિદ્યાર્થીઓનાં નામ

  • પ્રવીણ વરજંગભાઈ ચૌધરી
  • વિવેક ગમનભાઈ રબારી
  • ઋત્વિક પુરુષોત્તમભાઈ લીંબડીયા
  • મેહુલ પ્રતાપભાઈ ઢેઢાતર
  • સુરજલ રૂડાભાઈ બલદાણીયા
  • હરેશ ગંભીરભાઈ ચાવડા
  • વૈભવ વિકેશભાઈ રાવલ
  • પરાગ ભરતભાઈ કલસરિયા
  • ઉત્પલ શૈલેષભાઈ વસાવા
  • વિશાલ લગધીરભાઈ ચૌધરી
  • અવધેશ અશોકભાઈ પટેલ
  • હિરેન મનસુખભાઈ પ્રજાપતિ
  • તુષાર પીરાભાઈ ગોહેલકર
  • પ્રકાશ માધાભાઈ દેસાઈ
  • જૈમીન સવજીભાઈ ચૌધરી