November 23, 2024

પાટણમાં કેબિનેટ મંત્રીના હસ્તે 6 કરોડના ખર્ચે બનેલા સિન્થેટિક ટ્રેકનું લોકાર્પણ

ભાવેશ ભોજક, પાટણઃ શહેર અને જિલ્લાના યુવા ખેલાડીઓ વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરે તેવા હેતુથી સરકાર દ્વારા પાટણમાં સરદાર પટેલ રમત ગમત સંકુલ કાર્યરત કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ખેલાડીઓ સ્વિમિંગ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, દોડ, ફેક જેવી રમતોમાં પોતાનું કૌશલ્ય અજમાવી રહ્યા છે.

રમત ગમત સંકુલમાં દોડ માટે અગાઉ સાદો ટ્રેક હતો. જેને કારણે ખેલાડીઓને દોડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે સરકાર દ્વારા યુવા ખેલાડીઓના હિતમાં રમતગમત સંકુલ ખાતે 659.75 લાખના ખર્ચે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવ્યું છે. જેનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધિવત રીતે ઉદ્ઘાટન કરી જિલ્લાના ખેલાડીઓ માટે ખુલ્લું મૂક્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં અઢી વર્ષની બાળકી કરે છે 15 આસન

જીમખાના રમત ગમત સંકુલમાં નવનિર્મિત એથ્લેટિક 400 મીટરના ટ્રેક પર એકલેટિક્સની વિવિધ રમતો રમાશે. આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂતે આ ટ્રેકનો વધુને વધુ ઉપયોગ કરી ખેલાડીઓ ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.