IPL 2025માં સૌથી લાંબી સિક્સર ફટકારનાર ટોપ 5 ખેલાડીઓ, સૌથી લાંબો છગ્ગો કેટલા મીટરનો હતો?

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન ચાલી રહી છે. આજે બેંગ્લોર અને ચેન્નાઈ વચ્ચે મેચ છે. મેચ શરૂ થઈ તેનો અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે. ત્યારે અત્યાર સુધી રમાયેલી મેચમાં સૌથી વધારે લાંબા છગ્ગા મારનાર 5 બેટ્સમેનની વાત કરીશું. મોટી વાત તો એ છે કે આ યાદીમાં કોઈ ભારતીય નથી.
IPL 2025 માં સૌથી લાંબી છગ્ગા ફટકારનારા ટોચના 5 બેટ્સમેનોની યાદી
ટ્રેવિસ હેડ (SRH)- VS રાજસ્થાન રોયલ્સ- 105 મી.
ટ્રિસ્ટન સ્ટબ્સ (DC)- VS લખનૌ સુપર જાયન્ટ્સ- 98 મી.
શેરફેન રૂથરફોર્ડ (GT)- VS પંજાબ કિંગ્સ- 97 મી.
નિકોલસ પૂરન (LSG)- VS સનરાઇઝર્સ હૈદરાબાદ- 97 મી.
નિકોલસ પૂરન (LSG)- VS સનરાઇઝર્સ હૈદરાબાદ- 96 મી.
આ પણ વાંચો: IPL 2025 વચ્ચે BCCIએ કોચની ભરતી બહાર પાડી, , અરજી કરવાની છેલ્લી તારીખ જાણી લો
IPL 2025માં સૌથી લાંબા છગ્ગા
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડી ટ્રેવિસ હેડે 105 મીટરનો છગ્ગો ફટકાર્યો છે. અત્યાર સુધી રમાયેલી મેચમાં તે સૌથી લાંબો છગ્ગો છે. આ IPL 2025 માં અત્યાર સુધીનો સૌથી લાંબો સિક્સર છે. મહત્વની વાત તો એ છે કે ટોપ 5માં કોઈ પણ ભારતીય ખેલાડીઓ નથી. આ બધા ખેલાડીઓ વિદેશના છે. IPLની પહેલી 7 મેચો પછી, RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.