Pat Cummins: 25 વર્ષ પછી ક્રિકેટ જગતમાં થયું આ મોટું પુનરાવર્તન

Pat Cummins T20 વર્લ્ડ કપ 2024 ની સુપર-8 મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 21 રનથી હાર આપી હતી. અફઘાનિસ્તાન માટે બોલરોનું પ્રદર્શન ખુબ સારૂં જોવા મળ્યું હતું. અફઘાનિસ્તાન માટે બોલરોનું પ્રદર્શન ખુબ સારૂં જોવા મળ્યું હતું. આ મેચમાં પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરીને હેટ્રિક લીધી હતી.
પેટ કમિન્સે હેટ્રિક હાંસલ કરી
ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે અફઘાનિસ્તાન સામેની મેચમાં હેટ્રિક લીધી હતી. આ પહેલા બાંગ્લાદેશ સામેની મેચમાં હેટ્રિક લીધી હતી. T20 વર્લ્ડ કપની સતત બે મેચમાં હેટ્રિક લેનાર તે પ્રથમ બોલર બની ગયો છે. તેણે પ્રથમ બોલ પર કરીમ જનાત અને બીજા બોલ પર ગુલબદ્દીન નાયબની વિકેટ લીધી હતી. તેણે સતત ત્રણ બોલમાં 3 વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી હતી.
આવું 25 વર્ષ પછી થયું આવું
વર્ષ 1912માં ઓસ્ટ્રેલિયાના જિમી મેથ્યુઝે દક્ષિણ આફ્રિકા સામે સતત બે ટેસ્ટ મેચમાં બે હેટ્રિક લીધી હતી. એ પછી વર્ષ 1999માં વસીમ અકરમે શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટની સતત બે મેચમાં બે હેટ્રિક લીધી હતી. આ હેટ્રિકને 25 વર્ષ થઈ ગયા છે. જેમાં . પેટ કમિન્સે હવે 25 વર્ષ બાદ આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 25 વર્ષ બાદ ફરી આવું થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત બે મેચમાં બે હેટ્રિક લીધી છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીત થતાં ટીમ ઈન્ડિયાનું સમીકરણ બદલાયું!
પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ
સુપર 8 માં અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની હાર થઈ છે. જે બાદ હવે સુપર 8 ના ગ્રુપ 1 માંથી કઈ બે ટીમો સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરશે તે હવે છેલ્લી બે બાકી રહેલી મેચ પરથી થશે. માં ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 2 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. અફઘાન ટીમ પણ 2 પોઈન્ટ સાથે 3જા સ્થાન પર છે. જોકે બાંગ્લાદેશની ટીમ 2 મેચ બાદ પણ પોતાનું ખાતું ખોલાવી શકી નથી.