January 23, 2025

SRH vs RR: હૈદરાબાદની જીત બાદ પેટ કમિન્સે કહ્યુ – આ ખેલાડી જીતનો હીરો

IPL 2024: ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને માત્ર 1 રનથી હરાવ્યું હતું. જીત બાદ SRHના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે તેમની ટીમ સુપર ઓવર માટે માનસિક રીતે તૈયાર હતી. પેટ કમિન્સે ભુવનેશ્વર કુમારને મેચનો હીરો ગણાવ્યો હતો.

જીતની કોઈ આશા ના હતી
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સારી વાત એ હતી કે હૈદરાબાદની ટીમને ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો નહીં. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. આ મેચમાં જીતનો હીરો ભુવનેશ્વર કુમાર જોવા મળ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં રાજસ્થાનની ટીમને 13 રન કરતા રોકી હતી. હૈદરાબાદની જીત થતા તે પોઈન્ટ ટેબલમાં 4 સ્થાન પર પહોંચી ગઈ છે. હૈદરાબાદની ટીમના કેપ્ટનને તેના વખાણ કર્યા હતા. આ સાથે સ્વીકાર પણ કર્યો કે SRHને છેલ્લા બોલ સુધી જીતની કોઈ આશા ના હતી.

આ પણ વાંચો: IPL Rising Star: રિયાન પરાગની અહિંયા સુધીની સફર સરળ ન હતી

પેટ કમિન્સે શું કહ્યું
અમે છેલ્લા બોલ સુધી વિચાર્યું ન હતું કે આ મેચમાં અમને જીત મળશે. છેલ્લે સુધી કોઈ અંદાજ આવી રહ્યો ના હતો કે કોનો વિજ્ય થશે. કારણ કે છેલ્લી ઓવરમાં કંઈ પણ થઈ શકવાની સંભાવના છે. છેલ્લા બોલ પર મને ખ્યાલ નહોતો કે અમને વિકેટ મળી છે. અમે તો સુપર ઓવરની તૈયારી કરી રહ્યા હતા. આ પહેલા અમે પડકારજનક સ્કોર બનાવ્યો હતો. તેમાં નીતિશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન જોરદાર હતું. તેણે 42 બોલમાં 3 ચોગ્ગા, 8 છગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદની આવનારી મેચ મુંબઈ સામે છે.