દિવાળીમાં મુસાફરોને નહીં પડે મુશ્કેલી, સુરતથી યુપી-બિહાર જવા 20 ટ્રેનમાં કરાયો વધારો
Surat: દેશભરમાં ધામધૂમ પૂર્વક દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે સુરતથી યુપી બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી છે. દિવાળીના તહેવારની શરુઆત થતાની સાથે જ રેલવે સ્ટેશન પર લોકોને ઘસારો જોવા મળી રહ્યો છે. યુપી, બિહાર જતી ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી રહી છે
દિવાળીની ઉજવણી કરવા લોકો પોતાના ઘરે જતા હોય છે. ત્યારે સુરતથી યુપી બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી છે. ભીડને કારણે મુસાફરોની હાલત કફોડી બનતી હોય છે. કેટલીક વખત તો ગભરામણ થવાના કિસ્સા પણ બહાર આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન પર મેડિકલ ટીમો પર તૈનાત રાખવામાં આવી છે. આ સિવાય મુસાફરોને તડકો ન લાગે તે માટે મંડપ બનાવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે દિવાળીના તહેવારની શરુઆત થતાની સાથે જ રેલવે સ્ટેશન પર લોકોને ઘસારો જોવા મળી રહ્યો છે. યુપી, બિહાર જતી ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોના ઘસારો વધતા 20 ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુપી, બિહાર જવા માટે રોજ એક થી બે ટ્રેન તો મળી જ રહે તેવી વ્યવસ્થા કરી છે. તેમજ દિવાળી અને છઠ પુજા માટે યુપી, બિહાર જવા માટે સુરતથી અત્યાર સુધી 51 ટ્રેનો શરૂ કરવામાં આવી છે.