બીલીમોરા રેલવે સ્ટેશન પર રિઝર્વેશન બારી બંધ કરી દેવાતા મુસાફરોને પડી હાલાકી

Bilimora:  બીલીમોરા રેલવે સ્ટેશન પર રિઝર્વેશન બારી બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. રોજિંદા અપડાઉન કરનાર પાસ ધારકો અને રિઝર્વેશન કરવા આવેલા લોકો માટે એક જ બારી ચાલુ રહેતા હાલાકી પડી રહી છે. જેને લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.

બીલીમોરા રેલવે સ્ટેશન પર રોજિંદા અપડાઉન કરનાર પાસ ધારકો અને રિઝર્વેશન કરવા આવેલા લોકો માટે એક જ બારી ચાલુ રહેતા હાલાકી પડી હતી. રેલ્વે વિભાગ સ્ટાફ ન આપતાં હોવાની ફરિયાદ કરી છે. તેમજ લાંબા સમયથી રિઝર્વેશન કરાવવા આવતા લોકોને પડી રહી છે. આ સિવાય રિઝર્વેશન અને જનરલ ટિકિટ માટે એક જ બારી ચાલુ હોવાના કારણે અનેક લોકો ને કન્ફોર્મ કિટ મળી રહી નથી. રિઝર્વેશન અને જનરલ ટિકિટ માટે એક જ બારી ચાલુ હોવાના કારણે અનેક લોકોને કન્ફોર્મ ટિકિટ મળી રહી નથી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં હાર બાદ સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટને કહ્યું ‘અલવિદા’