November 23, 2024

નવસારીમાં પારસી સમાજે ટાટા ગર્લ્સ સ્કૂલમાં આપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ

જિગર નાયક, નવસારી: સંસ્કારી નગરી નવસારીના પનોતા પુત્ર અને દેશના ઉધોગના ભીષ્મપિતા સ્વ. જમશેદજી ટાટાના વંશજ રતન ટાટાનું નિધન થયું છે. ત્યારે, નવસારી શહેરમાં સમગ્ર પારસી સમાજે યાદ કરી વિશ્વ ફલક ઉપર ટાટાના સામ્રાજ્યને વિકસાવનારા રતન ટાટાને ટાટા ગર્લ્સ શાળામાં ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પદ્મવિભુષણ એવોડ મેળવનાર એવા રતન ટાટા 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ટાટા ગ્રુપમાં જોડાયા બાદ રતન ટાટા વર્ષ 1978મા નવસારી શહેરમાં આવ્યા હતા. સંસ્કારી નગરી નવસારીમા નાટક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે ટાટા ટ્રસ્ટ દ્વારા નિર્મિત ટાટા હોલનું લોકાર્પણ તેમના વરદ હસ્તે કરવામા આવ્યું હતું.

આ સાથે નવસારી પારસી સમાજના સંકળાયેલ ટ્રસ્ટમાં ચેરમેન પદે હતા. નવસારીમા શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે. સત્તા અને ધન મારા સિદ્ધાંતમાં નથી એવા રતન ટાટા ના નિધન થી નવસારી પારસી સમાજમાં શોકની લાગણી છવાય છે. નવસારી સહીત રાજ્ય અને દેશમાં રતન ટાટા ના યોગદાનને યાદ કરી શાળાના શિક્ષકો સાથે વિધાર્થીઓ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.