જો તમને જનતાએ સૂત્રોચ્ચાર માટે મોકલ્યા છે, તો તે જ કરો અથવા ગૃહ ચલાવો: બિરલા

Parliament Session: બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં નાસભાગની ઘટના પર ચર્ચા શરૂ કરી હતી. સરકાર પાસે જવાબની માંગણી કરી હતી. આ વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી દળોના સાંસદોને કહ્યું કે જો જનતાએ તેમને નારા લગાવવા માટે મોકલ્યા છે તો તેઓ પણ તેમ કરે અથવા કાર્યવાહી ચાલવા દે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે મહાકુંભમાં નાસભાગની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર, અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું
કામકાજ કરવા દેવાની અપીલ
બિરલાએ વિપક્ષી સભ્યોને અપિલ કરી હતી, કહ્યું કે જો તમને દેશની જનતાએ નારા લગાવવા મોકલ્યા છે તો એ જ કરો. જો તમારે ગૃહ ચલાવવું હોય તો જાવ અને તમારી સીટ પર બેસો. વિરોધ પક્ષોના સભ્યોએ ‘વડાપ્રધાન, જવાબ આપો’ અને ‘શરમ કરો, શરમ કરો’ના નારા લગાવ્યા હતા. બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં નાસભાગની ઘટના પર ચર્ચા શરૂ કરી દીધી હતી.