January 18, 2025

સંસદ ભવન પર હુમલાના 23 વર્ષ પૂર્ણ, PM મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Parliament Attack: દેશના સંસદ ભવન પર થયેલા હુમલાના 23 વર્ષ પૂર્ણ થયા. વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ઓમ બિરલા, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અમિત શાહ, જેપી નડ્ડા, કિરેન રિજિજુ અને અન્યોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં લાલ જામફળની આવક થઈ શરૂ, વિદેશમાં પણ છે આ જામફળની માંગ

સંસદની રક્ષા કરતા શહીદ
વર્ષ 2001માં આજના દિવસે રાજ્યસભા સચિવાલયના સુરક્ષા સહાયકો મતબર સિંહ નેગી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કોન્સ્ટેબલ કમલેશ કુમારી, જગદીશ પ્રસાદ યાદવ , નાનક ચંદ, ઓમ પ્રકાશ, માલી દેશરાજ અને વિજેન્દ્ર સિંહે આતંકવાદી હુમલાથી સંસદની રક્ષા કરતા શહીદ થયા હતા. ઓમ બિરલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે રાષ્ટ્ર માટે સર્વસ્વ બલિદાન આપવાની ભાવના હંમેશા પ્રેરણા આપતી રહેશે. મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર લખ્યું કે જેમણે 2001માં આ દિવસે આતંકવાદી હુમલા સામે સંસદની રક્ષા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમની અદમ્ય હિંમત અને બલિદાન ક્યારેય પણ ભૂલાશે નહીં.