December 22, 2024

પારલે-જી બિસ્કિટના ભાવ વધશે?

Parle-G Biscuit Price Hike: મોટા ભાગના લોકોની યાદો પારલે-જી બિસ્કિટ સાથે જોડાયેલી હશે. કોઈ ભાગ્યે જ એવું હશે કે જેની યાદો આ બિસ્કિટ સાથે નહીં જોડાયેલી હોય. એક સમય એવો પણ હતો કે જ્યારે આ બિસ્કિટની કિંમત 2 રુપિયા હતી. થોડા દિવસ પછી કંપનીએ તેની કિંમતમાં વધારો કરતી ગઈ. કંપની ફરી એકવાર તેની પ્રોડક્ટમાં કેટલાક ફેરફાર કરવાની તૈયારીમાં હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: પીએમ મોદીએ આર અશ્વિનની નિવૃત્તિ પર લખ્યો ભાવનાત્મક પત્ર

ઉત્પાદનોની કિંમતો વધારવાનો નિર્ણય
જાણીતી કંપની પારલેએ તેના ઘણા ઉત્પાદનોની કિંમતમાં વધારો કર્યો હતો. પારલેએ તેના ઘણા ઉત્પાદનોની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. પારલેની બ્રેડ, બિસ્કીટ, રસ્ક, કેક અને નાસ્તાના વજન ઘટાડવાનો નિર્ણય લીધો છે. વજનમાં આ ઘટાડો બિસ્કિટ પર લાગૂ કરવામાં આવી શકે છે. 2021માં પારલે જી, હાઇડ એન્ડ સીક અને ક્રેક જેક જેવી તેની ફેમસ પ્રોડક્ટ્સની કિંમતમાં 5 થી 10 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. ખાંડ, ઘઉં અને ખાદ્યતેલ જેવા કાચા માલના ભાવમાં વધારો કરતાની સાથે પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે.