November 26, 2024

પેરિસમાં આજે આ ખેલાડીઓ પાસેથી મેડલની આશા, જાણો 9માં દિવસે ભારતનું શેડ્યૂલ

Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેડલ ટેલીમાં ભારત 25 મેડલ અત્યાર સુધીમાં પ્રાપ્ત કરી લીધા છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આજના દિવસે મેડલની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ફાઇનલમાં ભાગ લેશે
પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના 9માં દિવસે ભારતીય એથ્લેટ્સ અનેક મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લેતા જોવા મળશે. જેનાથી ભારતની મેડલ ટેલીમાં ચોક્કસ વધારો જોવા મળશે. એન્ટિલે F64 ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યારે દીપેશ F54 ફાઇનલમાં ભાગ લેશે. ભારતનું અભિયાન શુક્રવારે પેરા કેનોમાં પુરુષોની KL1 200M હીટ્સથી શરૂ થાય છે, જેમાં યશ કુમાર ભાગ લેતા જોવા મળશે.

આ પણ વાંચો; હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં દિવસ 9 (શુક્રવાર, 6 સપ્ટેમ્બર) માટે ભારતનું શેડ્યૂલ

પેરા નાવડી
યશ કુમાર – પુરુષોની KL1 200M હીટ્સ- બપોરે 1:30

પેરા એથ્લેટિક્સ
સિમરન – મહિલા 200M T12 રાઉન્ડ 1- ​​1:38 PM

પેરા નાવડી
પ્રાચી યાદવ – મહિલા VL2 200M હીટ્સ- બપોરે 1:50

પેરા એથ્લેટિક્સ
દીપેશ કુમાર – પુરુષોની ભાલા ફેંક F54 ફાઇનલ – બપોરે 2:07

પેરા એથ્લેટિક્સ
દિલીપ ગાવિત – પુરુષોની 400M T45, T46, T47 રાઉન્ડ 1- ​​2:50 PM

પેરા નાવડી
પૂજા ઓઝા – મહિલા KL1 200M હીટ્સ- બપોરે 2:55

પેરા એથ્લેટિક્સ
પ્રવીણ કુમાર – પુરુષોની ઊંચી કૂદ T44, T62, T64 ફાઇનલ – બપોરે 3:21

પેરા પાવરલિફ્ટિંગ
કસ્તુરી રાજામણી – મહિલાઓની 67 કિગ્રા ફાઈનલ – રાત્રે 8:30 કલાકે

પેરા એથ્લેટિક્સ
ભાવનાબેન ચૌધરી – મહિલા ભાલા ફેંક F46 ફાઇનલ – રાત્રે 10:30

પેરા એથ્લેટિક્સ
સોમન રાણા અને હોકાટો સેમા – પુરુષોનો શોટ પુટ F56, F57 ફાઈનલ – 10:34 PM