December 25, 2024

હોકાટો સેમાની પેરિસની ભૂમિ પર શૌર્યતા, શોટ-પુટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

Hokato Hotozhe Sema: ભારતની હોકાટો સેમાએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેણે F57 કેટેગરીની ફાઇનલમાં તેનો શ્રેષ્ઠ 14.65 મીટરનો થ્રો ફેંક્યો અને ત્રીજું સ્થાન મેળવીને ભારત માટે બ્રોન્ઝ જીત્યો છે.

બ્રોન્ઝ મેડલ જીત્યો
લેન્ડમાઇન વિસ્ફોટમાં બચી ગયેલા ભારતીય શોટ-પુટ ખેલાડી હોકાટો સેમાએ શુક્રવારે પેરાલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. સેમાએ પુરૂષોની F57 કેટેગરીની ફાઇનલમાં 14.65 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સેમાએ તેના ચોથા થ્રોમાં તેનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. 14.49 મીટરના થ્રો ફેંકીને બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે સેમાએ 2002માં જમ્મુ અને કાશ્મીરના ચોકીબલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન લેન્ડમાઈન બ્લાસ્ટમાં તેનો ડાબો પગ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: હાઈ જમ્પમાં પ્રવિણ કુમારનો ‘ગોલ્ડન કૂદકો’, ભારતના ફાળે આવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

ગોલ્ડ જીત્યો
સેમાએ વર્ષ 2016 માં 32 વર્ષની ઉંમરે આ રમતની શરૂઆત કરી હતી. જયપુરમાં નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. F57 કેટેગરીએ ફિલ્ડ એથ્લેટ્સ માટે છે જેમને એક પગમાં મર્યાદિત હલનચલન થાય છે. ઉલ્લેખનીય છે કે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે.  મેડલની વાત કરવામાં આવે તો 6 ગોલ્ડ, 9 સિલ્વર અને  12 બ્રોન્જ મેડલ અત્યાર સુધીમાં મળ્યા છે. હજૂ પણ આજના દિવસે આ આંકડામાં વધારો થઈ શકે છે.