પેરાઓલિમ્પિકમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ આગામી 28મી ઓગસ્ટથી પેરિસમાં પેરા ઓલિમ્પિક યોજાવવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના 5 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પેરા ઓલિમ્પિકમાં ભારતનો દેખાવ હંમેશા સર્વશ્રેષ્ઠ રહ્યો છે. ટોક્યો ઓલિયોમ્પિકમાં ભારતે 19 મેડલ જીત્યા હતા. ત્યારે આગામી 28મી ઓગસ્ટથી પેરિસમાં પેરા ઓલમ્પિક શરૂ થવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના 5 ખેલાડીઓ ભારતનું પ્રતિનધિત્વ કરશે. તેમાં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભાવિના પટેલ સહિત સોનલ પટેલ અને નિમિષા સીએસ તેમજ અન્ય ખેલાડીઓ ભાગ લેશે.
ભાવીનાબેન પટેલની વાત કરવામાં આવે તો તે પેરા ટેબલ ટેનિસ Single Woman Class-4માં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમણે અગાઉ ટોક્યો 2020માં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવ્યો હતો. એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવી રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સોનલબેન પટેલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતવીર પેરા ટેબલ ટેનિસ Single Woman Class-3માં ભાગ લેશે. અગાઉ ટોક્યો 2020માં અને એશિયન ગેમ્સમાં તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે ભાવનાબેન ચૌધરી F-46 કેટેગરીમાં Javelin Throwમાં ભાગ લેશે. તો લોંગ જમ્પમાં નિમિષા સીએસ ભાગ લેશે. તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે. રાકેશકુમાર ડી. ભટ્ટ T-37 કેટેગરીમાં 100 મીટરમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈ ચૂક્યા છે.