November 22, 2024

પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના બીજા દિવસનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

Paris Paralympics 2024 Day 2: પેરિસમાં પેરાલિમ્પિક્સ 2024 શરૂ થઈ છે. પહેલા દિવસે ભારતીય પેરા એથ્લેટ્સનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પેરા-એથ્લેટિક્સમાં આજના દિવસે કરમ જ્યોતિ અને સાક્ષી કસાના મહિલાઓની ડિસ્કસ થ્રો F55 ફાઇનલ ઇવેન્ટમાં એક્શનમાં જોવા મળશે.

ફાઇનલ મેચ રમી શકે
પેરા શૂટિંગ અને પેરા સાયકલિંગમાં, જો ભારતીય ખેલાડીઓ ક્વોલિફાય થાય છે તો તેઓ ફાઇનલ મેચ રમી શકે છે. પ્રીતિ પાલ મહિલાઓની 100 મીટર T35 મેડલ સ્પર્ધામાં ભાગ લેશે. છેલ્લી પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અવની લેખરા આજે 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ક્વોલિફિકેશનમાં ભાગ લેશે. મનીષ નરવાલ પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ SH1 શ્રેણીમાં પણ પોતાનો દાવો રજૂ કરશે.

આ પણ વાંચો: ધોની-જાડેજા ખેતરોમાં ફરતા જોવા મળ્યા!

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં દિવસ 2 માટેનું ભારતનું શેડ્યૂલ

  • પેરા બેડમિન્ટન – માનસી જોશી મહિલા સિંગલ્સ SL3 ગ્રુપ સ્ટેજ A મેચ 2 માં. (ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે)
    પેરા શૂટિંગ – R2 મ હિલા 10 મીટર એર રાઈફલ SH1 ક્વોલિફિકેશન રાઉન્ડમાં અવની લેખારા અને મોના અગ્રવાલ. (ભારતીય સમય મુજબ બપોરે 12:30)
  • પેરા બેડમિન્ટન – મેન્સ સિંગલ્સ SL4 ગ્રુપ સ્ટેજ-A મેચ 2 સુહાસ યથિરાજ. (ભારતીય સમય મુજબ બપોરે 12:40)
  • પેરા બેડમિન્ટન – મેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ સ્ટેજ A મેચ 2 મનોજ સરકાર. (ભારતીય સમય મુજબ બપોરે 1:20)
  • પેરા ટેબલ ટેનિસ – મહિલા ડબલ્સ WD 10 ક્વાર્ટર ફાઇનલ ભાવિનાબેન પટેલ અને સોનલબેન પટેલ. (ભારતીય સમય મુજબ બપોરે 1:30 કલાકે)
  • પેરા એથ્લેટિક્સ – મહિલા ડિસ્કસ થ્રો F55 મેડલ ઇવેન્ટ સાક્ષી કસાના. (ભારતીય સમય મુજબ બપોરે 1:30 કલાકે)
  • પેરા બેડમિન્ટન – મેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ સ્ટેજ A મેચ 2 નીતિશ કુમાર. (ભારતીય સમય મુજબ બપોરે 2:00 વાગ્યે)
  • પેરા શૂટિંગ – P1 પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ક્વોલિફિકેશન રાઉન્ડ રૂદ્રાંશ ખંડેલવાલ અને મનીષ નરવાલ. (ભારતીય સમય મુજબ બપોરે 2.45 કલાકે)
  • પેરા રોઇંગ – મિશ્ર ડબલ સ્કલ્સ PR3 MIX2x અનિતા અને કે નારાયણ. (ભારતીય સમય મુજબ બપોરે 3.00 કલાકે)
  • પેરા તીરંદાજી – મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન 1/16 એલિમિનેશન રાઉન્ડમાં સરિતા. (ભારતીય સમય મુજબ બપોરે 3.05 કલાકે)
  • પેરા શૂટિંગ – R2 મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ફાઈનલ (લાયકાતના આધારે) અવની લેખારા અને મોના અગ્રવાલ. (ભારતીય સમય મુજબ બપોરે 3:15 વાગ્યે)
  • પેરા સાયકલિંગ ટ્રેક – મેન્સ C2 3000M વ્યક્તિગત પર્સ્યુટ ક્વોલિફાઈંગ રાઉન્ડ અરશદ શેખ. (ભારતીય સમય મુજબ સાંજે 4:24 કલાકે)
  • પેરા બેડમિન્ટન – મહિલા સિંગલ્સ SL4 ગ્રુપ સ્ટેજ C મેચ2 પલક કોહલી. (ભારતીય સમય મુજબ સાંજે 4:40 કલાકે)
  • પેરા એથ્લેટિક્સ – મહિલાઓની 100 મીટર T35 મેડલ ઇવેન્ટ પ્રીતિ પાલ. (ભારતીય સમય મુજબ સાંજે 4.45 કલાકે)
  • પેરા શૂટિંગ – R4 મિશ્રિત 10m એર રાઈફલ સ્ટેન્ડિંગ SH2 લાયકાતમાં શ્રીહર્ષ દેવરદ્દી. (ભારતીય સમય મુજબ સાંજે 5:00 વાગ્યે)
  • પેરા શૂટિંગ – P1 પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 મેડલ ઇવેન્ટ (લાયકાતના આધારે) રુદ્રાંશ ખંડેલવાલ અને મનીષ નરવાલ. (ભારતીય સમય મુજબ સાંજે 5:30 કલાકે)
  • પેરા તીરંદાજી – રાકેશ કુમાર અને શ્યામ સુંદર પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન 1/16 એલિમિનેશન રાઉન્ડમાં. (ભારતીય સમય મુજબ સાંજે 7.00 વાગ્યે)
  • પેરા સાયકલિંગ ટ્રેક – પુરુષોની C2 3000m વ્યક્તિગત પર્સ્યુટ બ્રોન્ઝ મેડલ મેચ (લાયકાત પર આધારિત) અરશદ શેખ. (ભારતીય સમય મુજબ સાંજે 7:11)
  • પેરા શૂટિંગ – R4 ડબલ્સ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH2 ફાઇનલ (લાયકાતના આધારે) શ્રીહર્ષ દેવરદ્દી. (ભારતીય સમય મુજબ સાંજે 7:45 વાગ્યે)
  • પેરા સાયકલિંગ ટ્રેક – મેન્સ C2 3000M વ્યક્તિગત પર્સ્યુટ ગોલ્ડ મેડલ મેચ (લાયકાત પર આધારિત) અરશદ શેખ. (ભારતીય સમય મુજબ સાંજે 7:19)
  • પેરા બેડમિન્ટન- મહિલા સિંગલ્સ SU5 ગ્રુપ સ્ટેજ A મેચ 2- તુલાસિમાથી મુરુગેસન. (ભારતીય સમય મુજબ સાંજે 7:30)