December 27, 2024

મેડલ પાછળ મા ની મહેનત, લકવાગ્રસ્ત કથુનિયામાં માતાએ પૂર્યા હિંમતના સંસ્કાર

Paris Paralympic Games 2024: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતને 8 મેડલ મળી ગયા છે. 8મો મેડલ યોગેશ કથુનિયાએ દેશને અપાવ્યો હતો. યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્કસ થ્રો F-56 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે યોગેશની માતાએ તેની સફળતામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. ત્યારે હવે તમને ચોક્કસ સવાલ થતો હશે કે કોણ છે પેરાલિમ્પિક એથ્લેટ યોગેશ કથુનિયા? આવો જાણીએ.

કોણ છે પેરાલિમ્પિક એથ્લેટ યોગેશ કથુનિયા?
યોગેશ કથુનિયાનો જન્મ 3 માર્ચના વર્ષ 1997ના રોજ થયો હતો. તેનું વતન દિલ્હી છે. તેના પિતા આર્મીમાં રહી ચૂક્યા છે. જ્યારે માતા મીના દેવી ગૃહિણી છે. યોગેશની ઉંમર જ્યારે 8 વર્ષની હતી તેને લકવો થઈ ગયો હતો. તેને એક બીમારી થઈ ગઈ હતી જેના કારણે તેના હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. યોગેશ કથુનિયાની માતાએ 3 વર્ષ સુધી તેની સારવાર કરી હતી. આખરે તેની મહેનત રંગ લાવી અને 12 વર્ષની ઉંમરે ફરીથી ચાલવા માટે સ્નાયુઓની તાકાત મળી હતી. યોગેશે ચંદીગઢની ઈન્ડિયન આર્મી પબ્લિક સ્કૂલમાં ભણતરની શરૂઆત કરી હતી. પેરિસમાં યોજાનારી ઓપન ગ્રાન્ડ પ્રિકસ ચેમ્પિયનશિપમાં જવાનું હતું. આ માટે તેની પાસે ટિકિટના પૈસા છે. 86 હજાર રૂપિયાની જરૂર હતી. પરંતુ ઘરમાં આર્થિક તંગી હતી. તે સમયે તેના એક મિત્રએ તેને મદદ કરી હતી. ઓપન ગ્રાન્ડ પ્રિકસ ચેમ્પિયનશિપમાં તે જઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

ભારતના નામે સિલ્વર મેડલ
યોગેશ કથુનિયાએ સોમવાર, 2 સપ્ટેમ્બરના રોજ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ડિસ્કસ થ્રો F-56 ઇવેન્ટમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. યોગેશ કથુનિયાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરતાની સાથે ભારતના મેડલની સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે. યોગેશે તેના સિઝનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 42.22 મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.