December 26, 2024

પેરિસ ઓલિમ્પિકમાં હવે ‘મેડલ’ વિવાદ, ગુણવત્તા પર થયા સવાલ

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં કેટલાક ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલનો રંગ જતો રહેવાની ફરિયાદ સામે આવી છે. બ્રિટનની યાસ્મીન હાર્પર અને એક અમેરિકન સ્કેટબોર્ડરે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. જોકે આ વિશે આયોજક સમિતિ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. આ મુદ્દો ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

રંગ જવા લાગ્યો
પેરિસ ઓલિમ્પિક 2024માં મોટો વિવાદ સામે આવ્યો છે. આ બાજૂ દરેક ખેલાડીઓ મેડલ પ્રાપ્ત કરવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે તો બીજી બાજૂ આ વિવાદ સામે આવ્યો છે. બ્રિટનની ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા યાસ્મીન હાર્પરે દાવો કર્યો છે કે તેનો મેડલ પોતાનો રંગ ગુમાવવા લાગ્યો છે. તેણે આ મેડલ મહિલાઓની 3 મીટર સિંક્રોનાઇઝ સ્પ્રિંગબોર્ડ ઇવેન્ટમાં મેળવ્યો હતો. યુએસ સ્કેટબોર્ડ ટીમના એક સભ્યએ પણ આવી જ ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે, ” તેના બ્રોન્ઝ મેડલનો રંગ ઉડી ગયો હતો અને તેની પાછળનો ભાગ પણ તૂટી ગયો છે.

આ પણ વાંચો: મહિલા T20 વર્લ્ડ કપ 2024 પર સંકટ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે માગી સુરક્ષાની ખાતરી

પેરિસ ઓલિમ્પિક 2024 વિવાદોમાં
પેરિસ ઓલિમ્પિક 2024માં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. આ પહેલા જેન્ડરને લઈને વિવાદ સામે આવ્યો હતો. જે બાદ વિનેશ ફોગટના વજનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જે હજૂ પુર્ણ થયો નથી. ખેલાડીઓ આ મેડલ પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરતા હોય છે. તેમાં પણ મેડલનનો રંગ જતો રહેવો તે ખુબ જ નિરાશાજનક કહી શકાય. આ મુદ્દો પેરિસ ઓલિમ્પિકના આયોજકોની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉભા કરે છે.