ઓલિમ્પિકમાં ભારતનો ‘મંગળ’, રેસલર વિનેશ ફોગાટની સેમિફાઈનલમાં એન્ટ્રી
Vinesh Phogat: રેસલર વિનેશ ફોગાટની સેમિફાઈનલમાં એન્ટ્રી મળી ગઈ છે. ઓલિમ્પિકમાં ભારતનો દિવસ ‘મંગળ’ રહ્યો છે. ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ 50 કિલોગ્રામની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. વિનેશ ફોગાટે અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. સુસાકી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોકિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે.
હોકીમાં આજે ભારતની સેમિફાઇનલ મેચ
મેન્સ હોકીમાં ભારતીય ટીમ આજે સેમિફાઇનલ મેચમાં ટકરાશે. તે જર્મની સાથે સ્પર્ધા કરવાની છે. ટીમ ઈન્ડિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની નજર 44 વર્ષ બાદ ઓલિમ્પિક ફાઇનલમાં સ્થાન મેળવવા પર છે. આજના દિવસે ફરી ઈતિહાસ રચાઈ શકે છે.
આ પણ વાંચો: Paris Olympics 2024ના 11મા દિવસે નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે
કિશોર જેનાને મળી નિરાશા
પેરિસ ઓલિમ્પિક 2024માં આજે જેવલિન થ્રો ઈવેન્ટનો ક્વોલિફિકેશન રાઉન્ડ થઈ ગયો છે. જેમાં ભારતના કિશોર જેના પ્રથમ ગ્રુપમાં ભાગ લીધો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંક ઈવેન્ટનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં કિશોરી જેનાએ 80.73 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. પ્રથમ થ્રોમાં 80.73 મીટરનો લાંબો થ્રો ફેંક્યા બાદ, કિશોર જેનાએ તેના બીજા થ્રોમાં વધુ પડતો બળ લગાવવા બદલ ફાઉલ કર્યો હતો. થ્રો બાદ તે પોતાનું સંતુલન જાળવી ન શક્યો જેના કારણે તેનો હાથ રેખાને સ્પર્શી ગયો હતો. આ કારણોસર તેના ફેંકની ગણતરી કરવામાં આવી ન હતી. ફાઉલ બાદ કિશોર જેના સાતમા સ્થાને આવી ગયો છે. ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય કિશોરી જેનાએ 80.21 મીટરનો ત્રીજો થ્રો ફેંક્યો હતો.