કિશોર જેના માટે ક્વોલિફાય થવું મુશ્કેલ, હવે નીરજ ચોપરા પાસે અપેક્ષા
Kishore Jena: પેરિસ ઓલિમ્પિક 2024માં આજે જેવલિન થ્રો ઈવેન્ટનો ક્વોલિફિકેશન રાઉન્ડ થઈ ગયો છે. જેમાં ભારતના કિશોર જેના પ્રથમ ગ્રુપમાં ભાગ લીધો છે. નીરજ ચોપરા પણ બપોરે 3:20 વાગ્યે એક્શનમાં જોવા મળશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંક ઈવેન્ટનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં કિશોર જેનાએ 80.73 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. પ્રથમ થ્રોમાં 80.73 મીટરનો લાંબો થ્રો ફેંક્યા બાદ, કિશોર જેનાએ તેના બીજા થ્રોમાં વધુ પડતો બળ લગાવવા બદલ ફાઉલ કર્યો હતો. થ્રો બાદ તે પોતાનું સંતુલન જાળવી ન શક્યો જેના કારણે તેનો હાથ રેખાને સ્પર્શી ગયો હતો. આ કારણોસર તેના ફેંકની ગણતરી કરવામાં આવી ન હતી. ફાઉલ બાદ કિશોર જેના સાતમા સ્થાને આવી ગયો છે. ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય કિશોર જેનાએ 80.21 મીટરનો ત્રીજો થ્રો ફેંક્યો હતો.
નીરજ પર દરેકની નજર
આજે ભારતીય સમય અનુસાર બપોરે 1:50 વાગ્યે આ ઇવેન્ટ શરૂ થઈ ગઈ હતી. જેમાં કિશોર જેણાએ ભાગ લીધો હતો. ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 32 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં પ્રત્યેક 16ના બે અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જ્યારે કિશોર જેનાને પ્રથમ જૂથમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે નીરજ બીજા જૂથનો ભાગ છે. ભાલા ફેંક ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડ વિશે વાત કરવામાં આવે તો ભાગ લેનાર તમામ એથ્લેટ્સને 3 વખત બરછી ફેંકવાની તક મળશે. અંતિમ ઇવેન્ટ માટે ક્વોલિફાય થવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછું 84 મીટરનું ચિહ્ન પાર કરવાનું રહેશે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાનો સીઝનનો બેસ્ટ થ્રો 88.36 મીટર છે. કિશોર જેના વિશે વાત કરીએ તો, તેણે ગત એશિયન ગેમ્સમાં 87.54 મીટરનો થ્રો કર્યો હતો પરંતુ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો 80.84 મીટર છે.
આ પણ વાંચો: Paris Olympics 2024ના 11મા દિવસે નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે
નીરજ ચોપરા કયા સમયે એક્શનમાં જોવા મળશે?
નીરજ ચોપરાને ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ગ્રુપ-બીમાં સ્થાન મળ્યું છે અને તે બપોરે 3:20 વાગ્યે એક્શનમાં જોવા મળશે.
આ ઈવેન્ટમાં નીરજ સિવાય અન્ય કયા ભારતીય એથ્લેટ ભાગ લઈ રહ્યા છે?
નીરજ ચોપરા ઉપરાંત, કિશોર જેના પણ ભાલા ફેંક ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લઈ રહ્યો છે, જે બપોરે 1:50 વાગ્યે એક્શનમાં જોવા મળશે.