September 8, 2024

Olympic Games 2024: 129 વર્ષના ઈતિહાસમાં સ્ટેજ કે સ્ટેડિયમ વગર ઓપનિંગ સેરેમની

Paris Olympics Games 2024 LIVE Streaming: વૈશ્વિક સ્તરે યોજાતો ખેલમહાકુંભ એટલે કે, ઓલિમ્પિક 2024ની શુભશરૂઆત થઈ ચૂકી છે. આ વખતે ઘણો અલગ નજારો જોવા મળી રહ્યો છે. આ પહેલાની ટુર્નામેન્ટમાં ભારતે સાત મેડલ હાંસલ કર્યા હતા. આ વખતે આ ટાર્ગેટને પાર કરવા માટે ભારતીય ખેલાડીઓ મેદાને ઊતરશે. ફ્રાંસની રાજધાની પેરિસમાં 33માં ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. 129 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ઓપનિંગ સેરેમનીનું આયોજન કોઈ સ્ટેજ કે સ્ટેડિયમમાં નહીં થાય પણ શુક્રવારની રાત્રે સીન નદીમાંથી આ સેરેમની શરૂ થશે. સીન નદી પેરિસ શહેરની બાજુમાંથી વહેતી નદી છે.

નદીમાં થશે શાનદાર પરેડ
સીન નદીમાં 10,500 બોટ પર ખેલાડીઓ પરેડ કરશે. જે 6 કિમી લાંબી પરેડ હશે.2 કલાક સુધી આ ઓપનિંગ સેરેમની ચાલશે. આ વખતે ટુર્નામેન્ટનું સ્લોગન ગેમ્સ વાઈડ ઑપન રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે, રસ્તા પર અને નદીમાં પરેડ યોજાશે. જેનો નજારો જોવા લાયક રહેશે. આ પરેડ માટે દેશ-દુનિયાભરમાંથી 10 હજારથી વધારે ખેલાડીઓ પેરિસ પહોંચ્યા છે. આ દરેક બોટ પર કેમેરા ફિટ કરાયા છે. સીન નદીમાં વિહાર કરીને ખેલાડીઓ ટ્રોકેડારો ગાર્ડન સુધી પહોંચશે. જ્યાં મુખ્ય વેન્યું નક્કી કરાયું છે. અહીં સાંસ્કૃતિ કાર્યક્રમ શરૂ થશે. આ ઓપનિંગ સેરેમની જોવા માટે દુનિયાભરમાંથી 3 લાખ દર્શકો પેરિસ આવ્યા છે.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

આ ઈતિહાસ જાણવો જરૂરી
વર્ષ 1896માં મોર્ડન ઓલિમ્પિકની શરૂઆત યુનાને કરી હતી.એટલે દરેક ઓલિમ્પિક સેરેમનીમાં આ દેશનો ફ્લેગ સૌથી આગળ હોય છે. દર વર્ષે પાંચ પોઝિશન નક્કી થાય છે. પહેલી, બીજી અને અંતિમ ત્રણ પોઝિશન. પહેલા ક્રમે ગ્રીસ દેશનો ફ્લેગ રહેશે. બીજા ક્રમે ઓલિમ્પિકની રેફ્યુઝી ટીમ રહે છે. અંતે યજમાન દેશનો ફ્લેગ હોય છે. એટલે ફ્રાંસના ખેલાડીઓ સૌથી છેલ્લે પરેડ પર ઊતરશે. એ પહેલા અમેરિકા રહેશે.આ યાદીમાં ભારતનો ક્રમ 84મો છે. ભારત તરફથી શટલર પી.વી. સિંધુ અને ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ આગેવાની કરશે.બન્ને ખેલાડીઓ ઓપનિંગ સેરેમનીમાં દેશનો તિરંગો લહેરાવી પરેડ કરશે.એની પાછળ કુલ 115 ખેલાડીઓનું ગ્રૂપ હશે. પી.વી.સિંધુ ભારતની એકમાત્ર એવી ખેલાડી છે જેણે સતત બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જ્યારે શરથ કમલની આ અંતિમ ટુર્નામેન્ટ છે.

ભારતમાં રાત્રે 11 વાગ્યે શરૂ થશે
આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની ભારતીય સમય અનુસાર રાત્રીના 11 વાગ્યે શરૂ થશે. જ્યારે પેરિસમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. સ્પોર્ટ્સ 18 ચેનલ પરથી આ સેરેમની લાઈવ જોઈ શકાશે.આ ઉપરાંત જીયો સિનેમા ઉપર પણ આ ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રિમિંગ જોઈ શકાશે.જોકે, સોશિયલ મીડિયા પર એક્ટિવ થયેલા ઓલિમ્પિકના પેજ પર આના કેટલાક ક્લિપિંગ પણ શેર કરવામાં આવતા હોય છે.