Paris Olympics 2024: મનુ ભાકરની જીતથી ખુશ થઈને રાહુલ દ્રવિડે કહી આ વાત
Paris Olympics 2024: T20 વર્લ્ડ કપ વિજેતા કોચ રાહુલ દ્રવિડ પેરિસમાં જોવા મળ્યા હતા. રાહુલ દ્રવિડ આ સમયે ઓલિમ્પિક ગેમ્સ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. રાહુલે મનુ ભાકરની ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવાની સફરના વખાણ કર્યા હતા. 22 વર્ષની મનુ ભાકર કે જેઓ હરિયાણાની છે તેણે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.
ભારતનું મેડલ ખાતું ખોલાવ્યું
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું ખોલાવ્યું છે. છેલ્લા 12 વર્ષથી શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ મળ્યો ના હતા. આખરે બીજા દિવસે મનુ ભાખરે આ કરી બતાવ્યું છે. અભિનવ બિન્દ્રા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, વિજય કુમાર અને ગગન નારંગ પછી શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનાર મનુ પાંચમી શૂટર બની છે. દ્રવિડે ભાકરની પ્રશંસા કરી અને કહ્યું કે કેવી રીતે તેણે ટોક્યો ઓલિમ્પિકની ભયાનક યાદોને પાછળ છોડીને ઐતિહાસિક જીત નોંધાવી છે.
આ પણ વાંચો: Olympics 2024: કોણ છે મનુ ભાકર? જાણો તેમની સંઘર્ષભરી સફર…
તેની નિરાશા બાદ
દ્રવિડે વધુમાં કહ્યું કે ટોક્યોમાં જે બન્યું તેની નિરાશા બાદ, અહીં આવીને તેણે કરી બતાવ્યું છે. આ એક અભૂતપૂર્વ સિદ્ધિ છે. આવી સિદ્ધિઓ માટે ઘણા વર્ષોના બલિદાન, સખત મહેનત જરૂર છે. મને લાગે છે કે આપણે જાણીએ છીએ કે એથ્લેટ્સ માટે તે કેટલું મુશ્કેલ છે, તેઓએ કેટલા બલિદાન આપવા પડશે. હું કલ્પના કરી શકું છું કે આ રમતોમાં કેટલું દબાણ છે. ભારતીય રમતગમત માટે આ ખરેખર એક મહાન દિવસ છે. દેશભરના ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓ માટે આ એક પ્રેરણાદાયી વાત છે. તમને જણાવી દઈએ કે મનુ ભાકરે ગયા વર્ષે પણ શૂટિંગ છોડવાનું વિચાર્યું હતું, પરંતુ પછી તેને ફરીથી આ રમતમાં વાપસી કરી હતી.