November 23, 2024

Paris Olympics 2024: BCCI સેક્રેટરી જય શાહે કરી મોટી જાહેરાત

Paris Olympics 2024:  પેરિસ ઓલિમ્પિક શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભારતમાંથી આગામી ટુર્નામેન્ટ માટે 117 ખેલાડીઓની ટીમ મોકલવામાં આવી છે. તમામ ખેલાડીઓ પાસેથી આ વખતે સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જય શાહે એક મોટી જાહેરાત કરી છે. તેણે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને નાણાકીય સહાયની જાહેરાત કરી છે. ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

શાહના ટ્વિટ
BCCI સેક્રેટરીએ કહ્યું કે બોર્ડ IOAને 8.5 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. તેણે લખ્યું, “મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે BCCI 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા અમારા અતુલ્ય એથ્લેટ્સને સમર્થન કરશે. અમે અભિયાન માટે IOAને 8.5 કરોડ રૂપિયા પ્રદાન કરીશું. અમે સમગ્ર ખેલાડીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. ભારતનું ગૌરવ!

બીસીસીઆઈનો માન્યો આભાર
કેન્દ્રીય મંત્રીએ બીસીસીઆઈનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે BCCIનો પેરિસ ઓલિમ્પિક 2024માં અમારી ભારતીય ટુકડીને મજબૂત સમર્થન આપવા બદલ આભાર માનું છું. અમને અમારા દેશનું પ્રતિનિધિત્વ કરતા દરેક એથ્લેટ પર ગર્વ છે. દરેક ખેલાડીઓતેજસ્વી રીતે ચમકે! સમગ્ર રાષ્ટ્ર અમારા એથ્લેટ્સ માટે ખુશ છે.”