September 19, 2024

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ પાંચ ખેલાડીઓ

Paris Paralympics 2024: પેરિસમાં ઓલિમ્પિક 2024 હવે અંત તરફ છે. જેમાં ભારતને 6 મેડલ મળ્યા છે. હવે પેરિસમાં પેરાલિમ્પિક્સ 2024નું આયોજન થવા જઈ રહ્યું છે. પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

ગુજરાતનાં 5 ખેલાડીઓ લેશે ભાગ
ગુજરાતનાં 5 ખેલાડીઓ પેરિસમાં પેરાલિમ્પિક્સ ભાગ લેશે. જેમાં ભાવીનાબેન એચ. પટેલ, સોનલબેન એમ. પટેલ, ભાવનાબેન એ. ચોધરી, નિમિયા સી. એસ., રાકેશકુમાર ડી. ભટ્ટ આ પાંચ ગુજરાતનાં ખેલાડીઓ પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે. આવો જાણીએ કે આ આ પાંચ ખેલાડીઓ કઈ રમતમાં લેશે ભાગ.

રાકેશકુમાર ડી. ભટ્ટ
રાકેશકુમાર T- 37 કેટેગરીમાં 100 મીટરમાં ભાગ લેશે આ પહેલા તેઓએ એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો અને તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નિમિષા સી. એસ.
નિમિષા F-46 Long Jumpમાં ભાગ લેશે. આ પહેલાની વાત કરવામાં આવે તો તેણે એશિયન ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ભારતનું ગૌરવ વધાર્યું હતું.

ભાવનાબેન એ. ચોધરી
ભવાનાબેન F – 46 કેટેગરીમાં Javelin Throwમાં ભાગ લેશે. તેણે અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સરબજોતે સરકારી નોકરી કેમ નકારી દીધી?

સોનલબેન એમ. પટેલ
સોનલબેન આંતરરાષ્ટ્રીય રમતવીર પેરા ટેબલ ટેનીસ Single Woman Class-3માં ભાગ લેશે. આ પહેલા તેઓએ ટોક્યો 2020માં અને એશિયન ગેમ્સમાં ભાગ લીધેલ હતો.

ભાવીનાબેન એચ. પટેલ
ભાવીનાબેન પેરા ટેબલ ટેનીસ Single Woman Class-4 માં ભાગ લેવાના છે. આ પહેલા તેઓએ ટોક્યો 2020માં ભાગ લઇ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આટલું જ નહીં એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. તેમને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

4 મહિલા ખેલાડીઓ
મહત્વની બાબત એ છે કે પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર ગુજરાતનાં આ પાંચ ખેલાડીઓ પૈકી 4 મહિલા ખેલાડીઓ છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અને ગર્વની બાબત છે મહિલા ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.