December 19, 2024

હલ્દીથી લઇ લગ્ન…ક્યારેક કિસ કરી તો ક્યારેક વ્હાલ, રાઘવ-પરિણીતીનો વીડિયો વાયુવેગે વાયરલ

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત લગ્નોમાંથી એક હતા. ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે બંનેએ સાત ફેરા લીધા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અભિનેત્રીએ ઉદયપુરના લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. હાલમાં જ આ કપલના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. આ ક્લિપમાં તમે તેમના લગ્નની ઘણી અદ્રશ્ય પળો જોઈ શકશો.

લગ્નના વીડિયોમાં ઓ પિયા ગીતના આખા વર્ઝનનો કરાયો ઉપયોગ

પરિણીતીએ લગ્ન બાદ પોતાના અવાજમાં એક ગીત તેના પતિ રાઘવને સમર્પિત કર્યું હતું. લોકોને ‘ઓ પિયા’ ગીત પણ ખૂબ પસંદ આવ્યું. હવે તેમના લગ્નના વીડિયોમાં આ ગીતના આખા વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3 મિનિટ 53 સેકન્ડના આ મ્યુઝિક વિડિયોમાં કપલની હલ્દી, મહેંદીથી લઈને પ્રી-વેડિંગ અને વેડિંગ સુધીની ઘણી અદ્રશ્ય પળો જોવા મળે છે. વીડિયોમાં તેની બેચલર પાર્ટીની ખાસ પળોને પણ હાઈલાઈટ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

પરિણીતી ચોપરાએ ઈન્સ્ટા પર શેર કર્યો વીડિયો

આ ગીત તમને પરિણીતી ચોપરાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ તેમજ યુટ્યુબ પર જોવા મળશે. ‘ઓ પિયા’ના આખા વર્ઝનમાં કપલના વેડિંગ ડેસ્ટિનેશનનો આઉટડોર વ્યૂ પણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. તમે વિડિયો ક્લિપમાં જોઈ શકશો કે કેવી રીતે દુલ્હન પરિણીતિની એન્ટ્રી થઈ અને આવી કેટલીક ક્ષણો જે તમને ભાવુક કરી દે છે. આ શેર કરતી વખતે પરિણીતીએ કેપ્શન આપ્યું છે કે આ રાઘવ માટે તેના તરફથી ભેટ છે. અલબત્ત, રાઘવને આ ભેટ બહુ ગમી હશે.

 

વીડિયોમાં કપલના બોન્ડિંગની ઘણી ઝલક જોવા મળે છે.

વીડિયોમાં ઘણી ક્ષણો બતાવવામાં આવી છે જેમાં કપલની બોન્ડિંગ જોઈ શકાય છે. કેટલીક જગ્યાએ રાઘવ તેની દુલ્હનને ખવડાવતો જોવા મળે છે તો બીજી જગ્યાએ તેને કિસ કરતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે  આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપડાએ ઉદયપુરમાં ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા હતા. બન્નેના લગ્ન 23 અને 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં યોજાયા હતા. આ બન્નેના લગ્નમાં મોટી સંખ્યામાં બોલિવૂડથી લઇને રાજકારણની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.