અંબાજીમાં પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ, CM પાલખી યાત્રા તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Ambaji: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નું આયોજન કરાયું પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જોડાયા હતા.
ધ્વજા યાત્રામાં ભાગ લીધો
અંબાજીમાં પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ થઈ ગયો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થઈ ગયો છે. બળવંતસિંહે ધ્વજાં ફરકાવીને ધ્વજાં યાત્રોનો પ્રારંભ કર્યો છે. મોટી સંખ્યામાં ભક્તોએ ધ્વજા યાત્રામાં ભાગ લીધો હતો. લોકોની સાથે પરિક્રમામાં મહંતો અને પૂજારીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદનાં 50 વર્ષ નિમિત્તે ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા તથા અંદાજિત રૂપિયા 13 કરોડના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યું, મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. ત્યાર બાદ મુખ્યમંત્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા. જેમાં પાલખી યાત્રા તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરવી હતી.
મુખ્યમંત્રી શક્તિપીઠ પરિષદ સંકુલના મંદિર ખાતે પૂજા તથા પરિક્રમા કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું હતું. જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, સ્માર્ટફોન, હીયરિંગ એઈડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ, સંત સૂરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ મુખ્યમંત્રીના હાથે કરાયા હતા.
અહીં નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ “દિવ્યાંગ સેવા સેતુ” કાર્યક્રમો યોજીને દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા હતા. ભારત સરકારની એડિપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ 1167 લાભાર્થીઓને 200.61 લાખ રૂપિયાના વિવિધ 2052 સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના 705 લાભાર્થીઓને વિવિધ સહાય મંજુરી આદેશ/ચેક/બસપાસ તેમજ 682 લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટીફિકેટ વિતરણ એમ કુલ મળીને 2500 જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા.