December 16, 2024

પરાઠા એકદમ સોફ્ટ બનાવવા છે? બસ આ વસ્તુઓ મિક્સ કરો

Soft Paratha: ઘણા લોકોને પરાઠા અને રોટલી કલાક પછી કડક લાગવા લાગે છે. તેનું કારણ એ છે કે લોટમાં કણકની સમસ્યા હોય શકે છે. લોટમાં જો તમે આ બે વસ્તુઓને ઉમેરી દો છો તો પરાઠા અને રોટલી નરમ બની જાઈ છે.

કણકમાં શું મિક્સ કરવું?
પરાઠાનો લોટ ભેળતી વખતે લોટમાં 1 ચમચી દેશી ઘી નાખો. આ બંને વસ્તુઓ પરાઠાને લાંબા સમય સુધી નરમ રાખવામાં મદદ કરશે. આ સાથે તમારે તેમાં હુંફાળું પાણી મિક્સ કરવાનું રહેશે. જેનાથી રોટલી હોય કે પરાઠા બંને નરમ રહેશે. લોટ બાંધીને તમે તેને 15 મિનિટ માટે બાજુમાં રાખી દો.

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

પરાઠાને એકદમ સોફ્ટ બનાવવાની રીત
પરાઠાને સોફ્ટ બનાવવા માટે તમારે લેયર્ડ પરાઠા બનાવવાના રહેશે. આ પછી તમારે જેમ બંને તેમ તમારે એક્સ્ટ્રા લોટ પરાઠા બનાવતી વખતે નાંખવો નહી. પરાઠાની વચ્ચે ઘી નાંખવાનું ચોક્કસ ના ભૂલો. આવું કરવાથી તમારા પરાઠા નરમ બનશે. આ રીતે તમે બનાવશો તો તમારા પરાઠા એકદમ સોફ્ટ બની જશે. આ પરાઠાને આખો દિવસ ટિફિનમાં રાખવામાં આવે તો પણ કડક નહીં થાય.