January 23, 2025

પપ્પુ યાદવને જાનથી મારી નાંખવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈના ભાઈએ આપ્યું 3 કલાકનું અલ્ટીમેટમ

Lawrence Bishnoi: બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવનો ધમકીભર્યો ઓડિયો મળ્યો છે. આ ઓડિયોમાં પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની માહિતી મળી છે.

પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી
બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી લોરેન્સ બિશ્નોઈના ભાઈએ વોટ્સએપ ઓડિયો કોલમાં આપવામાં આવી છે. સાંસદ પપ્પુ યાદવને મળેલી ધમકીનો ઓડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરાઈ રહ્યો છે કે પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી લોરેન્સ બિશ્નોઈના ભાઈએ જ આપી છે.

ફોન કર્યો તો ફોન કેમ ન ઉપાડ્યો?
વાયરલ ઓડિયોમાં સાંભળી શકાય છે કે લોરેન્સ બિશ્નોઈનો ભાઈ વારંવાર પપ્પુ યાદવને પોતાનો ભાઈ કહીને બોલાવી રહ્યો છે. ઓડિયોમાં સાંભળી શકાય છે કે લોરેન્સ બિશ્નોઈનો ભાઈ પણ કહે છે કે જેલની ચેમ્બરને 10 મિનિટ સુધી બંધ કર્યા પછી તેણે તેનો ફોન કેમ ન ઉપાડ્યો? ઓડિયોમાં સાંભળાઈ રહ્યું છે કે લોરેન્સના ભાઈએ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપતા 3 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

આ પણ વાંચો: ઓડિશામાં વાવાઝોડા ‘દાના’ની સાથે સાપે તબાહી મચાવી, 28 લોકો હોસ્પિટલમાં દાખલ

અત્યાર સુધી 5 વખત ધમકી મળી છે
આ મામલે પપ્પુ યાદવે કહ્યું કે અત્યાર સુધી લોરેન્સ બિશ્નોઈના નામ પર 5 વખત ધમકીભર્યા કોલ આવી ગયા છે.  આ અંગે પપ્પુ યાદવે એક વરિષ્ઠ પોલીસ અધિકારીને પત્ર લખીને સમગ્ર મામલાની માહિતી આપી છે.