Surat: 2 મિત્રોનો મજૂરને લૂંટવાનો પ્રયાસ, કંઈ ન મળતા પેટ પર માર્યા ચપ્પુના ઘા
અમિત રૂપાપરા, સુરત: સુરતના પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લૂંટના ઇરાદે એક મજુર ઉપર જીવલેણ હુમલા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અતુલ સુનિલ પાંડે અને નિરજ સંજયભાઇ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બે દિવસ પેહલા ફરિયાદી પાસે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઝુટવાનો પ્રયાસ કર્યો હતો. જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા જેવી ઘટના સામે આવી રહી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક મજૂર પર હુમલાની ઘટના સામે આવી હતી. સુરતના પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લુટના ઇરાદે એક મજુર ઉપર જીવલેણ હુમલો મામલે પોલીસે અતુલ સુનિલ પાંડે અને નિરજ સંજયભાઇ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બે દિવસ પેહલા ફરિયાદી પાસે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઝુટવાનો પ્રયાસ કર્યો હતો. જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
ફરિયાદીના પેટના ભાગે વાગી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. તથા બુમો પાડતા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા અને સ્થાનિકો દોડી આવ્યા હતા. ફરિયાદીને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત-પંચમહાલ સહિતના વિસ્તારના વાતાવરણમાં પલટો, વરસાદ પડતા ઠંડક પ્રસરી
સુરતના પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લુટના ઇરાદે એક મજુર ઉપર જીવલેણ હુમલા મામલે પોલીસે અતુલ સુનિલ પાંડે અને નિરજ સંજયભાઇ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુંકે, બે દિવસ પેહલા પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ પાસે આવેલ નહેર પાસે એક યુવકને બે યુવકો દ્વારા મોબાઈલ અને રોકડા રૂપિયા ની લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ફરિયાદીએ પ્રતિકાર કરતા બંને યુવકો દ્વારા તેમની ઉપર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. જ્યાં તેઓએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવતા જ બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જયારે ફરિયાદીને પેટના ભાગે ચપ્પુ વાગવાના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સ્થાનિકોએ તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ પણ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું છે.
આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા પોલીસે અતુલ સુનિલ પાંડે અને નિરજ સંજયભાઇ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ આ પેહલા પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.