December 22, 2024

ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટીએ વર્ષમાં લગ્નની 500થી વધુ નોંધણી કરી!

પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની છે. ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી દ્વારા એક વર્ષમાં 500થી વધુ લગ્ન નોંધણી કરવામાં આવી છે.

તલાટી પીએમ પરમારે એક જ માસમાં 100 જેટલી લગ્ન નોંધણી કરી છે. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના અરજદારોએ ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાં લગ્ન નોંધણી કરવામાં આવી છે. જેને લઈને ડેપ્યુટી DDOએ શહેરા TDO પાસે રિપોર્ટ મંગાવ્યો છે. TDOએ ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી લગ્ન નોંધણી રજિસ્ટર અને નોંધણીના પુરાવા સહિતના ફોર્મ કબજે લીધા છે. 571 લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. આ ચકાસણી કર્યા બાદ શહેરા TDO ડેપ્યૂટી DDOને રિપોર્ટ સોંપશે.

શહેરાના TDOએ આ કથિત કૌભાંડ બહાર પાડ્યું છે. TDOએ લગ્ન નોંધણી રજિસ્ટર અને નોંધણીના પુરાવા સહિતના ફોર્મ કબજે લીધા છે. ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી TDOએ પુરાવા એકત્રિત કર્યા છે. કુલ 571 લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ચકાસણી કર્યા બાદ શહેરા TDO ડેપ્યુટી DDOને રિપોર્ટ સોંપવામાં આવશે.

તલાટી પીએમ પરમાર દ્વારા એક જ માસમાં 100 જેટલી લગ્ન નોંધણી કરવામાં આવી છે. લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટમાં વિસંગતતા સામે આવી છે. પીએમ પરમારના અગાઉના ફરજ પર પણ તપાસ કરવામાં આવશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોના અરજદારોએ ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાં લગ્નની નોંધણી કરવામાં આવી છે. પીએમ પટેલ પાસે જ નોંધણી માટે પસંદગી કરતા હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી DDOની તપાસ બાદ જ કથિત કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે.