યુવકને તાલિબાની સજા, રોડ પર ઢસડી ચાર રસ્તે લઈ જઈ લાકડી-દંડાથી માર્યો!

પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફના રજાયતા ગામે યુવકને રોડ ઉપર ઢસેડીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે યુવકને ઢસડીને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. તેમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો એક યુવાનને રોડ પર ઢસડીને લઈ જાય છે. તો કેટલાક યુવાનો હાથમાં લાકડી અને દંડા લઈને જતા જોવા મળે છે. ત્યાંથી યુવાનને ચાર રસ્તે લઈ જવામાં આવે છે અને ત્યાં લાકડીથી ફટકારવામાં આવે છે.
આ પણ વાંચોઃ કુંભારીયા ગામના પાદર ફળિયાના 40 મકાનો ડૂબ્યાં, તંત્ર પાસે મદદની પોકાર
પ્રાથમિક તપાસ અનુસાર, યુવતીને ભગાડી જવાની અદાવતમાં યુવકને ઢોરમાર મારી તાલિબાની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત માર માર્યા બાદ યુવકને ગામમાં લઈ જઈને માર મારીને બાંધી દીધો હતો તેવો ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે છ જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.