April 1, 2025

ભામૈયા ગામે મહાદેવના મંદિરમાં થઈ ચોરી, પોલીસે કરી તપાસ શરૂ

Panchmahal: ફરી એક વખત મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના ભામૈયા ગામે રંગેશ્વર મહાદેવ મંદિર ખાતે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદીરનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કરી માતાજીની મુર્તિ ખંડીત કરવાની સાથે જલધારીની ચોરી કરી અસામાજિક તત્વો થયા ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો: IPL 2025: આ મેચ પહેલા અનન્યા પાંડે કરશે પરફોર્મ, જાણો સંપૂર્ણ વિગત

ચોરી કરનાર શંકાસ્પદ દેખાયા
મંદિરમાં અસામાજિક તત્વો એ તોડફોડ અને ચોરી કરી હોવાની જાણ ગોધરા પોલીસ દોડતી થઈ ગઈ છે. બનાવને લઈને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાનો મામલો બાજુમાં આવેલ ગોડાઉનના સીસીટીવીમાં મંદીરમાં તોડફોડ અને ચોરી કરનાર શંકાસ્પદ દેખાયા હતા. મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરવાની સાથે લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા છે.