December 18, 2024

પંચમહાલમાં બોગસ લગ્ન કરાવવાનું કૌભાંડ, એક મહિનામાં કરાવ્યા 100 લગ્ન

સંકેત પટેલ, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામે તલાટી દ્વારા બોગસ લગ્ન કરાવવાનો ઘટસ્ફોટ સામે આવ્યો એક મહિનામાં 100 બોગસ લગ્ન કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમા પાંચ મહિનામાં 571 જેટલા બોગસ લગ્ન કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. ખોટા પુરાવા રજૂ કરી લગ્નના સર્ટિફિકેટ આપ્યા હોવાનું સામે આવ્યુંછે

ભિલોડા તાલુકાના ટાકટુકા ગામના એક જાગૃત નાગરિક અને છોકરીના મામાને જાણ થઈ કે ભાણીએ લગ્ન કરી લીધા છે. તેવી જાણ થતા તેમને શહેરા તાલુકાના ભદ્રાલા ગામે પોહચ્યા અને ત્યાં તપાસ કરવાના પ્રયત્નો હાથ ધર્યા ત્યારે ગ્રામની પંચાયતને ખંભાતી તાળા લાગેલા હતા. છોકરીના મામાએ ગામના ડેપ્યુટી સરપંચને મળ્યા અને માહિતી મેળવવા પ્રયત્નો કર્યા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો. જોકે ગામના સરપંચે જણાવ્યુકે તલાટીએ છેલ્લા એક મહિનામાં 100થી વધારે બોગસ લગ્ન કરાવ્યા હોવાનું સામે આવ્યું અને છેલ્લા પાંચ મહિનામાં 571 થી વધારે લગ્ન કરાવ્યા હોવાનું ડેપ્યુટી સરપંચ જણાવ્યું હતું

સમગ્ર મામલો બહાર આવતા ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ ભિલોડા તાલુકાના ટાકાટૂંકા ગામના લગ્ન કરનાર છોકરીના મામાની મળી. ત્યારબાદ સમગ્ર મામલો બહાર આવ્યો. છોકરીના મામાએ તપાસ કરતા બોગસ લગ્ન થયા હોવાનું જણાઈ આવ્યું છે. છોકરીના મામાએ જણાવ્યું હતું કે માતા પિતા ગરીબો હોય અને અભણ હોય તેનો લાભ જે બાળકો ઉઠાવી રહ્યા છે. આવા ખોટા લગ્ન કરી અધિકારીઓ પૈસા ખંખેરી રહ્યા છે. અધિકારીઓ સામે કાર્યવાહી થાય અન યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત શહેરા તાલુકાના ડીડીઓ અને ટીડીઓને કરી છે અને આવા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે તેવી પણ માગણી કરી છે.

આ પણ જુઓ: બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો મુખ્યમંત્રીને પત્ર

લગ્નની નોધણી કરવાના કારણો
વિદેશ જવા માટે નોંધની પ્રમાણપત્ર ની જરૂર પડતી હોયછે. ત્યારે માતા પિતાને સમાજની ચિંતા કર્યા વગર કેટલાક સંતાનો ઘરેથી ભાગી જવાના કિસ્સા સાંભળવા મળે છે. ભાગી ગયા બાદ આ સંતાનોને સમાજમાં પતિ-પત્ની તરીકે રહેવા માટે લગ્ન નોંધણી કર્યા બાદ તેમને લગ્ન સર્ટીફિકેટ મેળવું પડે છે. લગ્નનું સર્ટીફિકેટ મેળવ્યા બાદ તેમણે કોઇ હેરાન કરી શકતું નથી. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્વાલા ગામના ભુતપૂર્વ તલાટી કમ મંત્રી પી.એમ.પરમાર અધુરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોંધણી કરી દેતાં હોવાની વિગતો સામે આવી હતી. એક મહિનામાં 100 લગ્નોની નોંધણી થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં નોંધણીઓ બોગસ હોવાની વિગત સામે આવી હતી. આખરે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી પી.એમ.પરમારને બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. લગ્નની નોંધણીના ડોક્યુમેન્ટની તપાસ કરતા ગુજરાત સહિત અન્ય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના રાજ્યોના છે. આ મામલે રેકર્ડ પણ કબજે લેવામાં આવ્યા છે. તલાટી સામે બરતરફની કાર્યવાહીના પગલે શહેરા તાલુકા તલાટી આલમમાં પણ ચકચાર મચી જવા પામી છે.