September 15, 2024

રખડતાં ઢોરોના ત્રાસ સામે નીતિવિહોણી પાલનપુર નગરપાલિકા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે અને પાલનપુર શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં આઠ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 70 લોકો ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે સરકાર તંત્ર અને પાલિકા પાસે એવી કોઈ નીતિ નથી કે આ રખડતા ઢોરોની સમસ્યાને હલ કરી શકે. અમદાવાદ પાલનપુર સ્ટેટ હાઇવે અને આબુરોડ પાલનપુર નેશનલ હાઈવે પર રખડતા ઢોરોને કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં વાહન ચલાવે છે અને અકસ્માતની ભીતિએ પસાર થાય છે જો તમે પણ આબુ અથવા રાજસ્થાન તરફ જતા હોય તો સાવધાન રહેજો કેમ કે અહીંયા અકસ્માતનો ભય છે.

પાલનપુર સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે પર રખડતા ઢોરોનો અડીંગો છે સાથે સાથે શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરો પ્રજાને પરેશાન કરે છે છેલ્લા ત્રણ વર્ષમાં આઠ લોકોના મોત થઈ ચૂક્યા છે તો 70 લોકો ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. પરંતુ, પાલિકાને તંત્ર અને સરકાર પાસે એવી નીતિ નથી કે રખડતા ઢોરોની સમસ્યા હલ કરી શકે રખડતા ઢોરોનું પકડવાનું કામ કોઈ એજન્સી કરવા તૈયાર નથી. પાંજરાપોળના સંચાલકો રખડતા ઢોરને સંગરવા તૈયાર નથી. તો તંત્ર પાસે એવી કોઈ સરકારી પાંજરાપોળ નથી કે રખડતા ઢોરોને ત્યાં મૂકી શકે અને જેને કારણે રખડતા ઢોરો સરેઆમ રોડ અને હાઇવે પર રખડે છે અને લોકોને અડફેટે લે છે. ત્યારે લોકોની પણ હવે માંગ છે કે રખડતા ઢોરોના માલિકો છે તેવું માત્ર તેમને દોહવા ખાતર લઈ જાય છે અને ત્યારબાદ રખડતા મૂકી દેશે. જોકે, વચ્ચે સરકારે રખડતા ઢોરોને લઈને નીતિ બનાવી હતી પરંતુ સરકાર આ નીતિને દબાવમાં આવીને ઝૂકી ગઈ હતી પરંતુ અગાઉ સરકારે રખડતા ઢોરોને લઈને નીતિ બનાવી હતી તે નીતિ અમલમાં મુકાય તેવી પણ લોકોની માંગ છે.

જોકે રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે. પરંતુ, નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોઈ કોન્ટ્રાક લેવા તૈયાર નથી મહત્વની વાત છે કે શહેરમાં કોઈ ગૌચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોર વાડો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું તો ક્યાં તે એક મોટો સવાલ છે અને તેને જ કારણે કોઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી અને પાલિકા દર વખતે કોન્ટ્રાક્ટરનું બહાનું કાઢી પોતાની જવાબદારી માંથી હાથ અધર કરી રહી છે.