પાલનપુર મોરિયા મેડિકલ ખાતે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી વિશે પરિસંવાદ કર્યો

રતનસિંહ ઠાકોર, પાલનપુર: પાલનપુરની મોરિયા મેડિકલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી વિશે પરિસંવાદ કર્યો હતો. રાજ્યપાલે રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. PM મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની રચના કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું પ્રાકૃતિક કૃષિનું અભિયાન આજે જન આંદોલન બન્યું છે. ત્યારે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે મહત્વનું છે.
રાજપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ઓપન સીટી માફક ઘર આંગણે જ પ્રાકૃતિક ખેતીની માહિતી મળે છે. પ્રાકૃતિક ખેતી સંવાદમાં 10,000 ખેડૂતોની હાજરી અને 50,000 ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે, તેમજ વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. પ્રકૃતિક ખેતીની પહેલ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં મહત્વનું પરિબળ સાબિત થશે. બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકો અને ખેડૂતો સધ્ધર બન્યા છે.