January 21, 2025

પ્રોટીન અને આયનથી ભરપૂર છે પાલક પનીરના પરોઠા, આ રેસીપીથી ઘરે પણ બની જશે

Palak Paneer Paratha: શિયાળામાં દરેક પ્રકારના પરાઠા ખાવામાં પસંદ આવે છે. ત્યારે અમે તમારા માટે પાલક પનીરના પરોઠાની સરળ રેસીપી લઈને આવ્યા છીએ. જે તમને ખાવામાં લાગશે ટેસ્ટી અને પેટ ભરાઈ જશે પરંતુ મન નહીં ભરાય. આવો જાણીએ આ રીત વિશે.

પાલક પનીર પરાઠા રેસીપી

સ્ટેપ 1
સૌથી પહેલા તમારે પાલકને સાફ કરી લેવાની રહેશે. હવે તમારે તેમાં રહેલ પાણીને કાઢી લેવાનું રહેશે. પાલકમાંથી પાણી કાઢીને તેને હવે પીસી લેવાની રહેશે. આ મિશ્રણને તમે બાઉલમાં મૂકી દો. હવે તેમાં લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. હવે તમારે તેમાં તેલ નાંખવાનું રહેશે. આ પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું રહેશે. શેકેલું જીરું તમારે નાંખવાનું રહેશે. આ પછી તેનો લોટ બાંધી લો.

સ્ટેપ 2
હવે તમારે ચીઝનું સ્ટફિંગ તૈયાર કરવાનું રહેશે. આ માટે તમારે ચીઝને મેશ કરવાનું અને તેમાં મરચા અને કોથમીર ઉમેરો. પનીરમાં 1 બારીક સમારેલી ડુંગળી પણ મિક્સ કરી શકો છો. મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર હવે તમારે તેમાં મિક્સ કરવાનો રહેશે. તમે બાંધેલા લોટમાંથી લોટ લો અને તેને થોડું વણી દો. આ પછી તમારે તેની અંદર ચીઝનું સ્ટફિંગ ભરવાનું રહેશે. હવે તમને જે આકરા ગમે તે આકારમાં વણી લો.

આ પણ વાંચો: ઠંડીમાં મૂળાના પાનનું શાક આ રીતે બનાવો, ખાવાની મજા પડી જશે

સ્ટેપ 3
જો તમને માખણ પસંદ હોય તો તમારે તેલની જગ્યાએ આ પરાઠાને માખણ નાંખીને શેકો. . પનીરને બદલે તમને જે સ્ટફિંગ ભાવતું હોય તે તમે ભરી શકો છો. કોબી, મૂળો કે બટાકા ભરીને પરાઠા બનાવી શકો છો. તેનો ટેસ્ટ પણ સારો આવે છે.