December 25, 2024

પાકિસ્તાનના શેરમાર્કેટમાં હાહાકાર, બજાર 1700 પોઈન્ટ ધડામ

Pakistan Stock Exchange: પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના બેંચમાર્ક KSE-100 ઈન્ડેક્સ આજે 1700 અંકથી ટુટ્યો છે.જે બાદ પાકિસ્તાની શેર માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. આજે પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે નવી સરકાર અંગે સ્થિતિ સાફ નહીં હોવાના કારણે પડોશી દેશની શેર માર્કેટ આજે ક્રેશ થઈ છે. પાકિસ્તાનના ચૂંટણી અધિકારી જનરલ ઈલેક્શનના રિઝલ્ટ ખુબ જ સ્લો જાહેર કરી રહ્યા હતા. જેની અસર પણ શેરમાર્કેટમાં જોવા મળી હતી.

માર્કેટની શરૂઆતમાં જ 2278 અંકનો ઘટાડો
મળતી માહિતી અનુસાર કારોબાર શુરૂ થવાની તુરંત સાથે ઈન્ડેક્સ 2278 અંક જેટલું નીચે ગયો છે. જે બાદ થોડો સ્થિર રહ્યા બાદ 1720.27 અંક એટલે કે 2.68 ટકા જેટલો ઘટાડો થયો હતો. આ સાથે જ 62,423.60 અંક પર પહોંચ્યું હતું. કેએસઈ-100 ગુરૂવારે 64,143.87ના લેવલ પર બંધ રહ્યું હતું.

પાકિસ્તાની શેર માર્કેટ વિશે જાણકારો
જાણકારો અનુસાર, કોઈ નથી જાણતું કે હવે શું થવાનું છે. આગામી સરકાર કોની બનવાની છે. બનવાની છે કે નહીં. આવા અનેક સવાલોના કારણે રોકાણકારો રોકાણ નથી કરી રહ્યા. આથી આજે પણ રોકાણકારોએ સક્રિય રીતે માર્કેટની પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો.