January 16, 2025

પાકિસ્તાની ક્રિકેટરનું શરમજનક કૃત્ય કેમેરામાં કેદ

નવી દિલ્હી: પાકિસ્તાન સુપર લીગની ફાઈનલ મેચ ઈસ્લામાબાદ યુનાઈટેડ અને મુલ્તાન સુલ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં ઈસ્લામાબાદ યુનાઈટેડે 2 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આ મેચ દરમિયાનનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેની ક્રિકેટ ચાહકો ટિકા કરી રહ્યા છે.

વીડિયો થયો વાયરલ
પાકિસ્તાન સુપર લીગની ફાઈનલ મેચમાં ઈસ્લામાબાદ યુનાઈટેડે 2 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ સમયની એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેચ દરમિયાન ઈસ્લામાબાદ યુનાઈટેડનો એક ખેલાડી ધૂમ્રપાન કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. તેમના ચાહકો આ ઘટનાને નિંદા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન ઈમાદે શાનદાર બોલિંગ કરી હતી અને 5 વિકેટ લીધી હતી.

ઈમાદનું કરિયર
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઈમાદે પાકિસ્તાન માટે કુલ 55 ODI અને 66 T20 મેચ રમી છે. વનડે મેચને લઈને વાત કરવામાં આવે તો તેના નામે કુલ 5 અડધી સદી તેના નામે છે. જોકે તે અત્યાર સુધીમાં કયારે પણ સદી ફટકારી શક્યો નથી. પાકિસ્તાનના ઇમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વધારે ચર્ચા એટલા માટે હતી કારણ કે તેણે 34 વર્ષની ઉંમરમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે એણે ક્યાં કારણોસર તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી તે જાણી શકાયું નથી. પરંતુ તેણે પોતાના સોશિયલ મડિયામાંથી માહિતી આપી હતી.