પાકિસ્તાનની વધુ એક ‘નાપાક’ હરકત, ભારતીય સરહદ પાસે ટેન્કો ખડકી દીધી; લાઈવ ફાયરિંગની પ્રેક્ટિસ કરી

Pakistan Army Live Firing: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને વધુ એક ‘નાપાક’ હરકત કરી છે. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) નજીક યુદ્ધ અભ્યાસ કર્યો છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, આ સમયગાળા દરમિયાન લાઈવ ફાયરિંગ ડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં અસલી ભારે હથિયારો અને ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જ્યારથી ભારતે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે, ત્યારથી પાકિસ્તાન ડરી ગયું છે અને દિવસ-રાત ભારત તરફથી હુમલાનો ડર રાખી રહ્યું છે. ક્યારેક તેમના મંત્રીઓ મધ્યરાત્રિએ મીડિયાને ફોન કરીને દાવો કરે છે કે ભારત ગમે ત્યારે આપણા પર હુમલો કરશે, તો ક્યારેક પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ભારત દ્વારા હુમલાનો ભય વ્યક્ત કર્યો છે. આ દરમિયાન, પાકિસ્તાની સેના અસલી હથિયારો અને દારૂગોળાનો ઉપયોગ કરીને લાઇવ ફાયરિંગનો અભ્યાસ કરી રહી છે. લાઇવ ફાયરિંગ પ્રેક્ટિસનો અર્થ થાય છે અસલી દારૂગોળા સાથે ફાયરિંગ કરવું. આ એક પ્રકારની ડ્રિલ છે જે ઘણા દેશો યુદ્ધ પહેલા પોતાની જાતને ચકાસવા માટે કરે છે.

આ પણ વાંચો: રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણમંત્રીને કર્યો ફોન, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ

પાકિસ્તાની ચેનલ જીઓ ન્યૂઝે પાકિસ્તાની સેનાને ટાંકીને જણાવ્યું હતું કે આ ડ્રિલનો ઉદ્દેશ્ય “દુશ્મન દ્વારા કરવામાં આવતા કોઈપણ આક્રમણનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર રહેવાનો” છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રિલમાં સેનાના સૈનિકો અને અધિકારીઓએ યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરી હતી.

આ પણ વાંચો: રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણમંત્રીને કર્યો ફોન, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ

ડ્રિલ ક્યાં થઈ?
પાકિસ્તાની મીડિયા અનુસાર, આ ડ્રિલ 29 થી 30 એપ્રિલ દરમિયાન નિયંત્રણ રેખા નજીક આવેલા કયાની અને મંડલ સેક્ટરમાં થઈ હતી. કેટલાક અહેવાલોમાં ટિલ્લા ટેસ્ટ ફાયરિંગ રેન્જનો પણ ઉલ્લેખ છે, જ્યાં પાકિસ્તાની સેના ઘણીવાર શસ્ત્રોનું પરીક્ષણ કરે છે.