પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરે પાકિસ્તાન, અમેરિકાની શાહબાઝ શરીફને સલાહ

Pakistan: અમેરિકાના વિદેશ મંત્રી માર્કોસ રુબિયોએ બુધવારે મોડી રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ટેલિફોન પર વાત કરી હતી. રુબિયોએ પાકિસ્તાનને ભારત સાથે મળીને તણાવ ઓછો કરવા અને સીધી વાતચીત સ્થાપિત કરવાનું સૂચન કર્યું. મળતી માહિતી અનુસાર આ દરમિયાન રુબિયોએ શાહબાઝ શરીફને પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવાની સલાહ પણ આપી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે સેક્રેટરી માર્કો રુબિયોએ 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે પાકિસ્તાની અધિકારીઓને આ અમાનવીય હુમલાની તપાસમાં સહયોગ કરવા પણ કહ્યું.
આ પણ વાંચો: ભારતીય એરસ્પેસમાં પાકિસ્તાનની નો એન્ટ્રી, મોદી સરકારે લીઘો વધુ એક મોટો નિર્ણય
ભારતના વલણથી પાકિસ્તાન ચોંકી ગયું
આ પહેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકા કાશ્મીરની પરિસ્થિતિ અંગે ભારત અને પાકિસ્તાન બંનેનો સંપર્ક કરી રહ્યું છે અને તેમને ‘તણાવ વધુ ન વધારવા’ માટે કહી રહ્યું છે. બ્રુસે ગઈકાલે જ કહ્યું હતું કે રુબિયો એક-બે દિવસમાં પાકિસ્તાન અને ભારતના વિદેશ પ્રધાનો સાથે વાત કરી શકે છે.
પાકિસ્તાન ભારતના આક્રમક વલણથી ડરી ગયું છે. આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનનું વિશ્વભરમાં અપમાન થઈ રહ્યું છે. હવે ભારતના એક પછી એક નિર્ણયોને કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. તે દિવસ-રાત ભયમાં રહે છે કે ભારત ક્યારે અને કયા સમયે તેના પર હુમલો કરશે. શાહબાઝ શરીફે અમેરિકાને સિંધુ જળ સંધિ પર ભારત પર દબાણ લાવવા વિનંતી કરી છે.