May 19, 2024

ભૂકંપથી હચમચી ગયું પાકિસ્તાન, ડરથી લોકોના હાલ બેહાલ

પાકિસ્તાન: “કુદરત રૂઠી”…કોરોના આવ્યો ત્યારે લોકોને ડર હતો કે કુદરતી આફત આવી, પરંતુ લોકોએ સપને પણ નહીં વિચાર્યું હોય કે કોરોના એકલા હાથે આવ્યો ન હતો. કોરોનાની સાથે અનેક કુદરતી મુસીબત સાથે આવી છે. જે ધીમા ઝેરની જેમ ધીરે ધીરે મળી રહી છે. ત્યારે આજે ભારતની સાથે પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન છે. જ્યાં તેની તીવ્રતા 6ની નજીક માપવામાં આવી છે. ભારતમાં દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઘણા શહેરોમાં જોરદાર ભૂકંપના આંચકા આવ્યા હતા. જેના કારણે લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. પાકિસ્તાનમાં લોકો ડરના કારણે ઘરની બહાર આવી ગયા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ
પાકિસ્તાનમાં ભૂકંપ બાદ રસ્તાઓ પર લોકો દોડતા જોવા મળી રહ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર, રાવલપિંડી, સરગોધા, સ્વાત અને ખૈબર પખ્તુનખ્વામાં રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઘણા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભૂકંપ બાદ લોકો રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે અને તેનો વીડિયો ટ્વિટર (x)પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો તેના ઘરની બહાર આવી ગયા છે અને તેમના ચહેરાઓ ઉપર ભય જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકશાન થયું નથી. અફઘાનિસ્તાનની હિંદુકુશ પહાડીઓમાં આવેલા આ ભૂકંપના કેન્દ્રના આંચકા પંજાબ, કાશ્મીર, દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા.

આ પણ વાચો: ઈન્ડોનેશિયાની ધરા ધણધણી, 6.7ની તીવ્રતાના ભૂકંપે હચમચાવ્યા

ભૂકંપ શા માટે આવે છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના મોટા ભાગના વિસ્તારમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોને નુકશાન તો થાય છે પરંતુ તેની સાથે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ભૂકંપની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે ભૂકંપ શા માટે આવે છે? આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.

અમરેલીના આ ગામના લોકો હેરાન
અમરેલીના મતિરાળા ગામમાં દિવસની સાથે રાતે પણ ભૂંકપ આવી રહ્યા છે. જેના કારણે આ ગામના લોકોને દિવસે પણ ઉંધ આવી રહી નથી. અહિંયાના લોકોમાં સતત ભય જોવા મળે છે. છેલ્લા 1 વર્ષથી આ ગામમાં ભૂંકપ આવી રહ્યા છે. ગાંધીનગર ખાતેથી સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ સાથે મીતીયાળા ગામે તપાસ માટે પહોંચી હતી. આ ટીમે લોકોને ભૂકંપ વિશે માહિતી આપી અને ભય ના રાખવા પણ જણાવ્યું હતું.

આ પણ વાચો: ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પત્રકારોને લઈને IDFએ કર્યો મોટો દાવો