November 22, 2024

PM Modiના શપથ પર આવી Pakistanના વડાપ્રધાનની પ્રતિક્રિયા, કહી આ વાત

Narendra Modi: 2024ની લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. લગભગ ત્રણ મહિના સુધી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા બાદ ચૂંટણી પંચે 4 જૂને પરિણામ જાહેર કર્યું હતું. પરિણામમાં NDAની જીત બાદ દુનિયાભરના નેતાઓએ PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ પાકિસ્તાને અભિનંદન આપ્યા ન હતા.

પરંતુ ગઈકાલે પીએમ મોદીએ શપથ લીધા બાદ આજે એટલે કે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પીએમ મોદીને વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ” “ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન.”

આ પહેલા શુક્રવારે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાને નરેન્દ્ર મોદીને તેમની ચૂંટણી જીત પર અભિનંદન કેમ ન આપ્યા. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં સરકારની રચના હજુ ચાલી રહી છે, તેથી નરેન્દ્ર મોદીને અભિનંદન આપવાની વાત કરવી બહુ ઉતાવળ છે.

ભારતની જીતની ચર્ચા એશિયાથી લઈને યુરોપ સુધી થઈ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ને સામાન્ય ચૂંટણીઓમાં બહુમતી પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને તેમની સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. ઈચ્છા વ્યક્ત કરી. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ‘X’ પર લખ્યું, ‘હું ભાજપની આગેવાની હેઠળની NDAને તેની જીત પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ દર્શાવે છે.’

આ પણ વાંચો: ગઈકાલે શપથ, આજે મંત્રી પદ છોડવાની વાત… કેરળના આ સાંસદને કેમ નથી બનવું મંત્રી?

વૈશ્વિક નેતાઓને મોદી પાસેથી અપેક્ષાઓ
નેપાળના વડા પ્રધાન ‘પ્રચંડ’, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ પણ NDAની ચૂંટણીમાં સફળતા માટે તેમના ભારતીય સમકક્ષને અભિનંદન પાઠવ્યા હતા. સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના નેતા અને પંજાબના માહિતી મંત્રી આઝમા બોખારીએ કહ્યું, ‘પાકિસ્તાન ભારતના લોકોને અને ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને અભિનંદન આપે છે અને આશા રાખે છે કે તેના પરિણામો (નવી સરકાર) ઉપખંડમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે.

અમેરિકાનું અડગ વલણ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ભારતની સંસદીય ચૂંટણીની પ્રશંસા કરી, તેને ‘ઇતિહાસમાં લોકશાહીની સૌથી મોટી પ્રક્રિયા’ ગણાવી પરંતુ ચૂંટણી પરિણામો પર ટિપ્પણી કરવાનું ટાળ્યું. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ભારતના લોકોને ‘લોકશાહીની વ્યાપક પ્રક્રિયા’માં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.