December 17, 2024

લાઇવ દરમિયાન પત્નીને મારવા દોડ્યો પાકિસ્તાની ક્રિકેટર નિષ્ણાંત, થઈ થૂં-થૂં

ઇસ્લામાબાદ: આજના ડિજિટલ યુગમાં ઘરેથી કામ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ કેટલીકવાર એવું બને છે કે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમા જોઇ શકાય છે કે, પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાત મોહસીન અલી, જેઓ ક્રિકેટ મેચની ચર્ચા કરી રહ્યા હતા, તે કોઈ મુદ્દે તેને ગુસ્સો આવે છે અને તેની પત્નીને મારવા લાગ્યો. આ બધું લાઈવ વીડિયોમાં રેકોર્ડ થઇ ગયું છે. હવે આ ક્ષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર તેના વિશે વાત કરી રહ્યા છે.

મોહસીન અલી લાઈવમાં થયો ગુસ્સે
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તાજેતરનો છે. હકીકતમાં, એક્સ પર શેર કરાયેલા બે વીડિયોમાં પાકિસ્તાની ક્રિકેટ એક્સપર્ટ મોહસિન અલી તેની પત્નીને મારવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. તે યુટ્યુબ લાઈવ દરમિયાન કંઈક બોલે છે અને મોહસીન આનાથી શાંત થઈ જાય છે. વીડિયોની શરૂઆત એન્કર રિઝવાન હૈદરની આગેવાનીમાં ક્રિકેટ પર ચર્ચાથી થાય છે. જો કે, તે આશ્ચર્યજનક વળાંક લે છે જ્યારે એક મહિલાનો અવાજ સંભળાય છે અને અલી તેને મારવા હાથ ઉગામે છે.

અલી તેના ડાબા ઉપર ઝડપથી હુમલો કરે છે. આ દરમિયાન તેનો સાથી એન્કર વાતચીત ચાલુ રાખે છે, પરંતુ થોડો ડરી જાય છે. X પર પોસ્ટ કરાયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – YouTube લાઈવ પર પાકિસ્તાની ક્રિકેટ એક્સપર્ટ મોહસીન અલી અને તેની પત્ની વચ્ચે નાની તકરાર. જો કે આ ઘટના શરૂઆતમાં હાસ્યાસ્પદ લાગી શકે છે, પરંતુ તેણે પાકિસ્તાનમાં ઘરેલુ હિંસાનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવી દીધો છે. જો કે, મોહસીન અલીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તે તેના 31 વર્ષ જૂના લગ્ન, તેની પત્ની અને તેના પરિવારની તમામ મહિલાઓનું સન્માન કરે છે.

અલીનો વીડિયો ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગયો, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી આકરી પ્રતિક્રિયાઓ આવી. એક યુઝરે કોમેન્ટ કરી- આ એક પ્રકારનું ઘરેલું હિંસા છે. બીજાએ કોમેન્ટ કરી – કેટલાક લોકો માટે આ સામાન્ય વર્તન છે. એક યુઝરે કોમેન્ટ કરતાં કહ્યું- તમે તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકો?