ભારતના ડરથી પાકિસ્તાને અન્ય દેશ સાથે માગી મદદ, હવે રશિયાને ઘૂંટણિયે પડ્યું

Pakistan: પહલગામ હુમલા પછી ભારતની કાર્યવાહીથી ડરી ગયેલું પાકિસ્તાન અન્ય દેશો સાથે મદદ માટે ભીખ માંગી રહ્યું છે. હવે તેમણે ભારતના મિત્ર દેશ રશિયા પાસેથી મદદ માંગી છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સાથેના તણાવને ઓછો કરવા માટે મોસ્કોમાં પાકિસ્તાનના રાજદૂતે રશિયાની મદદ માંગી છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. જે બાદ ભારત સતત કડક નિર્ણયો લઈને પાકિસ્તાન સામે વળતો પ્રહાર કરી રહ્યો છે.
પાકિસ્તાને રશિયા પાસેથી મદદ માંગી
એક મુલાકાતમાં રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ જણાવ્યું હતું કે રશિયાની ભારત સાથે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે અને તેના પાકિસ્તાન સાથે પણ ખૂબ સારા સંબંધો છે, તેથી તે 1966 ના તાશ્કંદ કરારની જેમ મધ્યસ્થી માટે તેના સારા સંબંધોનો ઉપયોગ કરી શકે છે. તાશ્કંદમાં સોવિયેત સંઘના તત્કાલીન વડાપ્રધાને બંને દેશો વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાન દ્વારા સતત 11મી વખત સીઝફાયરનું ઉલ્લંઘન, LoC પર ગોળીબાર
અગાઉ, શુક્રવારે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાતચીત દરમિયાન રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે બંને પક્ષોને 1972ના શિમલા કરાર અને 1999ના લાહોર ઘોષણાની ભાવના અનુસાર પહલગામ હુમલા બાદ તણાવ ઓછો કરવા વિનંતી કરી હતી, જેમાં તૃતીય-પક્ષ મધ્યસ્થી વિના દ્વિપક્ષીય રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાની જોગવાઈ છે.
ભારત-પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે રવિવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે લવરોવ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.