બાંગ્લાદેશે પાકિસ્તાની ફાસ્ટ બોલરોનો 22 વર્ષ જૂનો શરમજનક રેકોર્ડ તોડ્યો
PAK vs BAN: રાવલપિંડી ટેસ્ટમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ પાકિસ્તાની ફાસ્ટ બોલરોને જબરદસ્ત ફટકાર્યા હતા. ઘરઆંગણે પાકિસ્તાનના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. પાકિસ્તાને ટોસ જીતે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખુબ ખોટો સાબિત થયો હતો. બાંગ્લાદેશના બેટ્સમેનોએ પાકિસ્તાનના ફાસ્ટ બોલરોનો 22 વર્ષ જૂનો શરમજનક રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો હતો.
સૌથી મોટો સ્કોર
ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. બાંગ્લાદેશનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોરની વાત કરવામાં આવે તો તે 638 રન છે જે વર્ષ 2013માં શ્રીલંકા સામે બન્યો હતો. એટલું જ નહીં, ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હવે બની ગયો છે. આ પહેલા બાંગ્લાદેશનો પાકિસ્તાન સામે સર્વોચ્ચ સ્કોર 555 રન હતો જે વર્ષ 2015માં બન્યો હતો.
આ પણ વાંચો: IND અને ENG ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, ટીમ ઈન્ડિયાની થશે ખરી કસોટી
પાકિસ્તાનના નામે શરમજનક રેકોર્ડ
બાંગ્લાદેશના બેટ્સમેનોએ પાકિસ્તાની ફાસ્ટ બોલરોને જબરદસ્ત ફટકાર્યા હતા. આ રીતે ઘરઆંગણે પાકિસ્તાનના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગમાં પાકિસ્તાને નસીમ શાહ, શાહીન આફ્રિદી, મોહમ્મદ અલી અને ખુર્રમ શહજાદના રૂપમાં 4 ઝડપી બોલરોનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી નસીમ શાહે 27.1 ઓવર એટલે કે 165 બોલ ફેંક્યા અને શાહીન આફ્રિદીએ 30 ઓવર એટલે કે 180 બોલ ફેંક્યા હતા. મોહમ્મદ અલીએ 31 ઓવર એટલે કે 186 બોલ ફેંક્યા તો ખુર્રમ શહઝાને 29 ઓવર એટલે કે 174 બોલ ફેંક્યા હતા. આ સાથે પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નવો શરમજનક રેકોર્ડ સર્જ્યો હતો. પાકિસ્તાનના ઝડપી બોલરોએ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગમાં 705 બોલ ફેંક્યા હતો જે છેલ્લા 22 વર્ષમાં ઘરેલુ ટેસ્ટ મેચોમાં એક ઇનિંગમાં સૌથી વધુ બોલ ફેંકવાનો શરમજનક રેકોર્ડ છે.