December 23, 2024

PAK સુપ્રીમ કોર્ટે ચૂંટણી ચિન્હને લઇને HCના નિર્ણયને ખોટો ગણાવ્યો

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJP) કાઢી ફૈઝ ઇસાએ શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ચૂંટણી ચિન્હ ‘બેટ’ને પુનઃસ્થાપિત કરવાનો પેશાવર હાઈકોર્ટ (PHC)નો આદેશ પ્રાથમિક દૃષ્ટિએ ખોટો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફને તેનું ચૂંટણી ચિન્હ પરત મળ્યાને થોડા કલાકો જ થયા છે. હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આ ટિપ્પણીઓ જેલમાં બંધ ઈમરાન ખાનને પરેશાન કરી શકે છે. નોંધનીય છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચે ગુરુવારે પેશાવર હાઈકોર્ટ (PHC)ના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજે પહોંચ્યા હતાં. ચૂંટણી પંચે 22 ડિસેમ્બરે ખાનની પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણીઓને ‘ગેરબંધારણીય’ જાહેર કરી હતી અને ઇમરાન ખાનની પાર્ટીના ચૂંટણી ચિન્હ ‘બેટ’ને રદ કરી દીધું હતું. પરંતુ બાદમાં ચૂંટણી પંચના આ નિર્ણયને પેશાવર હાઈકોર્ટે ફગાવી દીધો હતો. મળતી માહિતી મુજબ ચીફ જસ્ટિસે શુક્રવારે સુનાવણી દરમિયાન પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું હાઈકોર્ટે ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ની સંગઠનાત્મક ચૂંટણીઓ કાયદા અનુસાર માની અને પૂછ્યું કે, ચૂંટણી ચિન્હ તરીકે ‘બેટ’ ફાળવવાનો મુદ્દો પછી આવે છે. સૌથી પહેલા આપણે પાર્ટીની આંતરિક ચૂંટણીની સમીક્ષા કરવી પડશે. ” જસ્ટિસ ઈસાએ અહેવાલમાં જણાવ્યું હતું કે કોર્ટે માત્ર આદેશ આપ્યો હતો કે ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ને તેનું ચિહ્ન પાછું આપવામાં આવે જો કે પેશાવર હાઈકોર્ટનો આ નિર્ણય પ્રાથમિક દૃષ્ટિએ ખોટો છે.

ઇમરાન તોશાખાના કેસમાં દોષી
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટના રોજ ઇમરાન ખાનને તોશાખાના કેસમાં દોષી ઠેરવવમાં આવ્યા હતા અને ત્રણ વર્ષની સજા સંભળાવવમાં આવી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે 28 ઓગસ્ટે તેમની સજાને સસ્પેન્ડ કરી દીધી હતી. જો કે, ઇમરાન ખાન સામે અન્ય નોંધાયેલા કેસોને કારણે તે જેલમાં બંધ છે. વધુમાં ઇમરાન ખાને પોતાના લેખમાં એ આરોપોને પુનરાવર્તિત કર્યા છે કે ગયા વર્ષે અમેરિકી સરકારના દબાણને કારણે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને સત્તા પરિવર્તન થયું હતું. વધુમાં જણાવ્યું કે 9 મેના રોજ રમખાણો એ “જુઠા-ઝંડા અભિયાન અને “પૂર્વ આયોજિત” હતા.

આ પણ વાંચો : ઈમરાન સામે ‘પાકિસ્તાન’? નેતાઓની શરૂ થઈ પડ્તી