આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર શુભમની પત્નીએ સરકાર પાસે કરી આ માંગ

Pahalgam Terror: પહલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ મોતમાં સૌથી વધારે કોઈ ચર્ચામાં નામ રહ્યું હોય તો તે નૌકાદળના અધિકારી વિનય નરવાલ અને કાનપુરના ઉદ્યોગપતિ શુભમ દ્વિવેદીનું હતું. હવે શુભમ દ્વિવેદીની પત્ની આશન્યાએ તેમને ‘શહીદ’નો દરજ્જો આપવાની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં આપેલી માહિતી પ્રમાણે આશન્યાએ સરકારને અપીલ કરતા કહ્યું છે કે જો સરકાર મારી ઇચ્છા સ્વીકારે તો મારી પાસે જીવવાનું કારણ હશે.
આ પણ વાંચો: ઝેલમ નદીમાં આવ્યું અચાનક પૂર, પાકિસ્તાની મીડિયાનો દાવો ભારતે અચાનક પાણી છોડ્યું
તેમણે ગર્વથી પોતાનો જીવ બલિદાન આપ્યો
શુભમ દ્વિવેદીની પત્ની આશન્યાએ સરકાર પાસે તેમના પતિને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે ‘શુભમે પોતાને હિન્દુ ગણાવીને ગર્વથી પોતાનો જીવ બલિદાન આપ્યો અને ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. આશન્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આતંકવાદીઓએ પૂછવામાં સમય લીધો હતો કે આપણે હિન્દુ છીએ કે મુસ્લિમ. આ સમયમાં ઘણા લોકોને ભાગી જવાનો અને પોતાનો જીવ બચાવવાનો મોકો મળ્યો હતો.