પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરની પહેલી તસવીર જાહેર, હાથમાં દેખાય છે બંદૂક

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આતંકવાદીની બંદૂક સાથેની પહેલી તસવીર સામે આવી છે. જો કે, આ તસવીરમાં તેનું મોઢું દેખાઈ રહ્યું નથી.
પહલગામ હુમલા બાદ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. NIAની ટીમ શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.
પહલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી NIA ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારે પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહલગામ હોસ્પિટલથી શ્રીનગર મોકલવામાં આવ્યા છે. મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા.