January 18, 2025

લો બોલો! ગાંધીનગર પાસે આવેલું જુના પહાડિયા ગામ આખેઆખું વેચાઈ ગયુ

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નકલી સરકારી કચેરી, નકલી અધિકારીઓ, નકલી હોસ્પિટલો, નકલી સ્કૂલો એ નકલી મંત્રીના પી.એ પકડાઈ રહ્યા હતા પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચા આવનારી ઘટના રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં સામે આવી છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલું એક ગામ બારોબાર વેચી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે આ આખું ગામ વારસદારોએ વેચી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

ગુજરાતીમાં એક કહેવત છે કે પગ નીચેથી જમીન સરકી જવી… અને આવી ઘટના રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકમાં જોવા મળી છે. દેહગામ તાલુકના લિહોડ ગામ પાસે આવેલ જુના પહાડીયા ગામની જમીન બારોબાર વેચી દેતા સમગ્ર દેહગામ સહિત રાજ્યમાં હડકંપ મચી ગયો છે.

દેહગામથી 10 કિલોમીટરના અંતર પર આવેલ જૂના પહાડિયા ગામમાં 80 જેટલાં મકાનો છે અને આ ગામમાં 600 જેટલી વસ્તી વસવાટ કરી રહી છે. ગ્રામજનોએ બે દિવસ પહેલા ખ્યાલ આવ્યો કે, તેમનું આખું ગામ વેચી દેવામાં આવ્યું છે. જેના કારણે ગ્રામજનોએ દહેગામ તાલુકા અધિકારી સમક્ષ રજૂઆત કરીને સમગ્ર મામલે તપાસની માગ કરી છે. જો કે સમગ્ર ઘટનાની જાણ ન્યૂઝ કેપિટલ ટીમને થતા જુના પહાડીયા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વર્ષ 1987માં આ જમીનની માલિકી ભીખાભાઈ ઠાકોર પાસે હતી. પરતું ભીખાજીએ આ જમીન ગ્રામજનોએ રહેવા માટે આપી હતી. જેમાં ગ્રામજનોએ ભેગા થઈને જે તે સમયે ભીખાજી ઠાકોરને 11 હજાર રૂપિયા જમીનના આપીને 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાના સ્ટેમ્પ પણ લખાણ કરાવ્યું હતું ત્યારબાદ ગ્રામજનોએ આ જમીન પર બાંધકામ કરીને પોતાના ઘર બનાવ્યા હતા.

આ પણ વાંચો: AMCએ કોલેજ સીલ કરી તો અધ્યાપકોએ રોડ પર બેસાડી વિદ્યાર્થીઓને ભણાવ્યાં!

ત્યારબાદ ગ્રામજનોએ જમીન પર કોઈ કબજો કર્યો ન હતો કે ન તો જમીનના સર્વે નંબર ની કોઈ એન્ટ્રી કરાવી ન હતી. કે ના તો જમીન પોતાના નામે કરાવી ન હતી. પરતું ભીખાજી ઠાકોર ના ઘણા વર્ષો પહેલા અવસાન થયા બાદ તેમના કુટુંબીજનોએ આ જમીનની અદર પોતાનો સાત-બારના ઉતારામાં નામ સહિત વાલી વરસ હોવાના કારણે આ જમીન વેચવાનું નક્કી કર્યું હતું. ભીખાજીના પરિવારના સભ્યોએ જુના પહાડીયાની જમીન સર્વે નંબર 142 વેચવાનું નક્કી કરીને સૌરાષ્ટ્રના એક ખેડૂતને જમીન વેચવાનો સોદો કર્યો હતો, જેમાં ભીખાજીના પરિવારના સભ્યોએ ગામ બહારની જમીન બતાવીને સોદો નક્કી કરીને 35 લાખની કિંમતમાં ગામની જમીન વેચી દીધી છે .

ભીખાજી ઠાકોરના પરિવારના સભ્યોએ થોડાક દિવસ પહેલા બનાખત કરીને જમીન સૌરાષ્ટ્રના જસદણના ખેડૂતના નામે કરી લીધી હતી પરંતુ જમીન વેચ્યાના ત્રણ દિવસ બાદ ગ્રામજનોને ખ્યાલ આવતા તેવો તુરત દેહગામ તાલુકા અધિકારી જોડે પહોંચીને રજુઆત કરી હતી. જો કે કર્મચારીએ પણ ગ્રામજનોની વાત ધ્યાનથી સાંભળીને તેમની વેદના દૂર કરવાની ખાતરી આપીછે. પરતું હાલ જૂના પહાડીયા ગામની વાત કરીએ તો હાલ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ગામના સભ્યો પોતાનું ઘર છીંવાતું હોવાની ભયથી સતત બેઠકોનો દોર કરી રહ્યા છે. ગામમાં રહેલા ખેડુતો પણ પોતાનો કામ ઘધો છોડીને પોતાનું ગામ અને ઘર કેવી રીતે બચવું તેની મુંઝવણ રહીને કાયદાકીય જ્ઞાન હાંસલ કરી રહ્યા છે.

ગ્રામજનોએ આ તમામ મુશેકલીમાંથી બહાર નીકળવા માટે એક વકીલ પણ રોક્યો છે. હાલ વકીલ સમગ્ર મામલે અભ્યાસ કરીને કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી દશાવી છે. જો કે વકીલે ન્યૂઝ કેપિટલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ સમગ્ર દસ્તાવજોનો અભ્યાસ કરી રહ્યા છે. પરતું હાલ સરકારી રેકોર્ડ પ્રમાણે આ જમીન ગામના નામે બોલાઈ રહી છે. આ ઉપરાંત ગામમાં સરકારી તમામ યોજના અમલી છે. સરકારી આવાસ, સરકારી પાણી ટાંકી, સરકારી ગેસ સહિત સરકારે આ ગામને આરસીસીના રોડ ત્યાર કરી આપ્યા છે. જેથી હાલ ગ્રામજનોના હક્કમાંઆ ગામ હોવાનું લાગી રહ્યું છે. પરતું તમામ દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ વધુ ખ્યાલ આવશે.