January 16, 2025

વાયરલ વીડિયો મામલે પદ્મિનીબા વાળાનું નિવેદન – પતિ છેલ્લા 20 વર્ષથી હેરાન કરે છે

રાજકોટઃ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના વાયરલ વીડિયો મામલે પદ્મિનીબાનું નિવેદન સામે આવ્યું છે. પતિ ગિરિરાજ સિંહ સાથે માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે. પદ્મિનીબાના ઘરની બહાર જ આ બનાવ બન્યો હતો. આ વીડિયોમાં અભદ્ર ભાષામાં પદ્મિનીબા અને તેના પતિ વચ્ચે બોલાચાલી કરતા જોવા મળ્યા હતા.

આ સમગ્ર ઘટના મામલે પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને છેલ્લા 20 વર્ષથી મારા પતિ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે. સવાર-સાંજ મને અપશબ્દો કહેવામાં આવે છે. હવે મારી હદ પૂરી થઈ ગઈ એટલે મારે સામે આવવું પડ્યું છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘મને મારો પતિ અવારનવાર માર મારતો હતો. મારો પતિ પહેલેથી ચીટિંગ જ કરતો હું એને ખૂબ ના પાડતી હતી. મને એવું કહેતો હતો કે 18 વર્ષ મેં પૂરું કર્યું હવે તમારે પૂરું કરવાનું છે. મારો પતિ ઘરેથી જાય તો 4થી 6 મહિને ઘરે આવતો હતો. હવે હું મારા બાળકો માટે જીવીશ.’

ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા અવારનવાર વિવાદમાં આવતા રહે છે. આ પહેલાં પણ ક્ષત્રિય સમાજના સંમેલન દરમિયાન પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો અને તેઓ વિવાદમાં આવ્યા હતા.